અમદાવાદ / ટામેટાની પડતર કિંમત ન મળતા સાણંદના ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેકીને વિરોધ કર્યો

અમદાવાદની બજારોમાં શાકભાજીની આવક થતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેકીને વિરોધ કર્યો છે. સાણંદના ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેકીને વિરોધ કર્યો. ખેડૂતો પાસેથી ઓછા ભાવે ટામેટા ખરીદીને બજારમાં વચેટીયાઓ દ્વારા વધુ ભાવ વસુલવામાં આવી રહ્યા છે. ખેડૂતો પાસેથી 3 રૂપિયા કિલોના ભાવે ટામેટા ખરીદવામાં આવે છે. જ્યારે બજારમાં 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવામાં આવે છે. વચેટીયા પોતાના ફાયદા માટે ખેડૂતોને પરેશાન કરતા હોવાનું સામે આવ્યું છે. ટામેટાની પડતર કિંમત પણ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેકીને વિરોધ કર્યો છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ