બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સના મકબૂલે જીતી બિગ બોસ ટ્રોફી, 25 લાખ રૂપિયા મળ્યા, રેપર નેઝીની હાર

Bigg Boss OTT 3 / સના મકબૂલે જીતી બિગ બોસ ટ્રોફી, 25 લાખ રૂપિયા મળ્યા, રેપર નેઝીની હાર

Last Updated: 12:24 AM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સના મકબૂલ સિવાય બિગ બોસ OTT 3 ના ટોપ-5 ફાઇનલિસ્ટ રણવીર શૌરી, નાઝી, સાઇ કેતન રાવ, સના મકબૂલ અને કૃતિકા મલિક હતા. બિગ બોસ OTT 3 ની ટ્રોફી માટે આ બધા વચ્ચે લડાઈ થઈ હતી. જો કે, તે બિગ બોસ OTT 3ની વિજેતા સના મકબૂલ બની છે.

સના મકબૂલે 'બિગ બોસ ઓટીટી 3' ની ફાઈનલમાં શાનદાર જીત મેળવીને શોની ટ્રોફી કબજે કરી છે. ફાઈનલ માટે સના સહિત કુલ પાંચ સ્પર્ધકો મેદાનમાં હતા. જોકે આમાં અભિનેત્રીએ બાજી મારી હતી. ટ્રોફીની સાથે સનાને 25 લાખ રૂપિયાની મોટી રકમ પણ મળી છે.

આ ટોપ-5 ફાઇનલિસ્ટ હતા

સના મકબૂલ સિવાય બિગ બોસ OTT 3 ના ટોપ-5 ફાઇનલિસ્ટ રણવીર શૌરી, નાઝી, સાઇ કેતન રાવ, સના મકબૂલ અને કૃતિકા મલિક હતા. બિગ બોસ OTT 3 ની ટ્રોફી માટે આ બધા વચ્ચે લડાઈ થઈ હતી. જો કે, તે બિગ બોસ OTT 3ની વિજેતા સના મકબૂલ બની છે.

ટ્રોફી સાથે 25 લાખ રૂપિયા મળ્યા

સના મકબૂલને માત્ર ચમકદાર ટ્રોફી જ નથી મળી પરંતુ તેની સાથે તેને 25 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ આપવામાં આવી છે. બિગ બોસ OTT 3 ની વિનર બન્યા બાદ તે ઘણી ખુશ દેખાતી હતી. બિગ બોસ ઓટીટી 3 બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. અનિલ કપૂરને એક એપિસોડ માટે લગભગ 2 કરોડ રૂપિયાની ફી મળી હતી. ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઓટીટી 2ને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો. કરણ જોહર બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનના હોસ્ટ હતા.

અનિલ કપૂર તમામ સ્પર્ધકોના પરિવારના સભ્યોને મળ્યા

પાંચેય ફાઇનલિસ્ટના પરિવારોએ બિગ બોસ ઓટીટી 3ના ગ્રાન્ડ ફાઈનલમાં હાજરી આપી હતી. આ દરમિયાન અનિલ કપૂર તમામ સ્પર્ધકોના પરિવારના સભ્યોને મળ્યા હતા. આ સાથે બિગ બોસ ઓટીટી 3 ના અન્ય સ્પર્ધકોએ પણ બિગ બોસ ઓટીટીના છેલ્લા તબક્કામાં ભાગ લીધો હતો.

વધુ વાંચો : 'ગંદી બાત'ની એક્ટ્રેસે વટાવી બોલ્ડનેસની હદ, હોટ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ

આ બિગ બોસ OTT 3 ના 16 સ્પર્ધકો હતા

તમને જણાવી દઈએ કે બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન જિયો સિનેમા પર 21 જૂનથી શરૂ થઈ હતી. આ સિઝનમાં કુલ 16 સ્પર્ધકો હતા. તેમાં નાઝી, સના મકબૂલ, રણવીર શૌરી, કૃતિકા મલિક અને સાઈ કેતન રાવ ઉપરાંત સના સુલતાન, દીપક ચૌરસિયા, શિવાની કુમારી, અરમાન મલિક, વિશાલ પાંડે, લવકેશ કટારિયા, પાયલ મલિક, ચંદ્રિકા દીક્ષિત, નીરજ ગોયત, મુનિષા ખટવાણી અને પો. દાસનું નામ સામેલ હતું. જ્યારે અદનાન શેખે પાછળથી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

SanaMaqbool BiggBossOTT3 BiggBossOTT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ