બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / samsungs foldable smartphone galaxy z flip teaser announced during telecast oscar

સ્માર્ટફોન / Samsungના ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Flip નું ઓસ્કર સમારોહમાં સામે આવ્યું ટીઝર

Mehul

Last Updated: 07:13 PM, 10 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની ટૉપ સ્માર્ટફોન નિર્માતા કંપની Samsungએ પોતાના પ્રશંસકોને ચોંકાવતા ઓસ્કર એવોર્ડ સમારોહ દરમિયાન પોતાના સ્કવેયર શેપ વાળા ફોલ્ડેબલ ફોનની પહેલી ઝલક બતાવી. કંપનીએ આ ફોલ્ડેબલ સ્માર્ટફોનની જાહેરાતને ઓસ્કર એવોર્ડ દરમિયાન જારી કરી હતી. જેમા આ ડિવાઇસના લુક જોવા મળ્યો.

  • ઓસ્કર એવોર્ડ સમારોહ દરમિયાન Samsungના ફોલ્ડેબલ સ્માર્ટફોનની ઝલક બતાવાઇ
  • Samsung Galaxy Z Flipને સેન ફ્રાન્સિસ્કોમાં યોજાનારી એક ઇવેન્ટમાં રજૂ કરાશે
  • આ ઇવેન્ટમાં Samsung Galaxy Z Flipને લોન્ચ કરવામાં આવશે

આ જાહેરાતને માત્ર અમેરિકામાં બ્રોડકાસ્ટ કરવામાં આવી હતી. Samsung Galaxy Z Flip ફોનને બે દિવસ બાદ સેન ફ્રાન્સિસ્કોમાં યોજાનારી એક ઇવેન્ટમાં રજૂ કરાશે. 

Samsung Galaxy Z Flip ફોન વર્ટિકલ રીતે ખુલે છે અને બંધ થાય છે. જોકે, કંપનીના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત 1,980 ડોલર (લગભગ 1,41,900 રૂપિયા) વાળા Samsung Galaxy Z Foldથી ઓછો રહેવી નક્કી છે. આ Samsungનો પહેલો ફોલ્ડેબલ ફોન છે જે પુસ્તકની જેમ ખુલે છે. તેને ગત સપ્ટેમ્બર મહીનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્ક્રીનની સમસ્યાને કારણે તેને કેટલાય મહીના સુધી બજારમાં લાવવામાં વિલંબ થયો.

અત્યાર સુધીમાં લીક થયેલી જાણકારી મુજબ, Samsung Galaxy Z Flip ફોલ્ડેબલ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 855 + પ્રોસેસર, 8 GB RAM અને 256 GB સ્ટોરેજ આપવામાં આવશે. ફોનમાં 6.7 ઇન્ચની ફુલ એચડી + સુપર અમોલેડ ડિસપ્લે અને 3,300 mAh બેટરી આપવાની આશા છે. 

 

યાદ રહે કે 11 ફેબ્રુઆરીએ Samsung અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં એક ઇવેન્ટ આયોજિત કરવાની છે. આ ઇવેન્ટમાં Samsung Galaxy Z Flipને લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીના ફલેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy S20, Samsung Galaxy S20+ અને Samsung Galaxy S20 Ultra પણ રજૂ કરવામાં આવશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Oscar 2020 Samsung Samsung Galaxy Z Flip technology news Smartphone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ