Samsungએ છેવટે પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Galaxy Note 9 લોન્ચ કરી દીધો છે. Samsung Galaxy Note 9 અનપેક્ડ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું. નવું ફેબલેટ પાછલા વર્ષે આવેલા Samsung Galaxy Note 8નું અપગ્રેડ વર્ઝ છે. Samsung Galaxy Note 9 પહેલાથી વધારે સ્ટાઇલિશ S પેન સાથે આવશે. ફોનના ટૉપ એન્ડ મોડલમાં 512GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. અને 512GB સુધી સ્ટોરેજને માઈક્રો SD કાર્ડ દ્વારા વધારી શકાયછે. એટલે કે યુઝર પાસે કુલ 1 TB સ્ટોરેજનો વિકલ્પ હશે. અમેરિકામાં ફોનમાં સ્નેપડ્રેગન 845 પોસેસર સાથે લોન્ચ કરાયો છે. જ્યારે ભારતમાં ફોન Samsungના એક્સીનોસ 9810 પ્રોસેસર સાથે આવે છે.
Samsung Galaxy Note 9ની કિંમત અને ઉપલબ્ધતા:
Samsung Galaxy Note 9 સ્માર્ટફોન બ્લેક કૉપર પર્પલ અને બ્લૂ કલર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 128GB વેરિયન્ટની કિંમત 999.99 ડૉલર (લગભગ 68 700 રૂપિયા) અને 512GB વેરિયન્ટ ( લગભગ 86 900 રૂપિયા)ની કિંમત 1249.99 ડૉલર રાખી છે. ફોનની માટે અમેરિકામાં પ્રી ઑડર્સ 10 ઓગસ્ટ શુક્રવારથી શરૂ થઇ ગયા છે જ્યારે હેંડસેટને 24 જૂલાઇના પહેલી વખત વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Samsung Galaxy Note 9ના સ્પેસિફિકેશન્સ:
નવા Samsung Galaxy Note 9 બલેટમાં 6.4 ઈંચની ક્વો HD+ સુપર એમોલેડ ડિસ્પલે છે. આ હેંડસેટમાં 2.7 GHz ઓક્ટા-કોર એક્સીનોસ 9810 પ્રોસેસર આપેલું છે. આ ફેબલેટમાં 6GB RAM અને 128GB ઈનબિલ્ટ સ્ટોરેજ આપેલું છે. આ ઉપરાંત 8GB RAM અને 512GB ઈનબિલ્ટ સ્ટોરેજનું ઓપ્શન મળશે. બંને વેરિયન્ટ્સની સ્ટોરેજને માઈક્રો SD કાર્ડ દ્વારા 512GB સુધી વધારી શકાય છે. Galaxy Note 9 એન્ડ્રોઈડ 8.1 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
કેમેરાની વાત કરીએ તો ગેલેક્સી નોટ 9માં 12 મેગાપિક્સલના બે રિયર સેન્સર છે જે ઓટોફોકસ અને ડ્યૂઅલ પિક્સલ OIS સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે Samsungના આ ફોનમાં અપાર્ચર f/1.7 સાથે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે.
Samsungના આ ફોનને પાવર આપવા માટે 4000 mAHની બેટરી આપેલી છે જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન સાથે આવનારી S પેન પહેલાથી વધારે સારી થઈ છે અને તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી મળે છે. સેમસંગનું કહેવું છે કે નવા S પેન 40 સેકન્ડમાં ચાર્જ થાય છે. આ ફોન પાણીમાં પલળવા પર પણ સુરક્ષિત છે.