દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની Samsungએ તાજેતરમાં જ ન્યૂયોર્કમાં આયોજિત ઇવેન્ટમાં નવો ફ્લેગશિપ 'ફેબલેટ' Galaxy Note 9 લોન્ચ કરી દીધો છે. કંપનીનો Galaxy Note સીરિઝના આ બહુ્પ્રતીક્ષિત સ્માર્ટફોન 6.4 ઇંચ QHD+ અમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે. જેમાં 6GB/8GB RAM અને 128GB/512GB ઇન્ટરનલ સ્ટોરેજમાં 2 વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. Samsung Galaxy Note 9ની કિંમત 67 900 રૂપિયા છે. જોકે તમે આ સ્માર્ટફોનને 7900 રૂપિયામાં પણ ખરીદી શકો છો.
વાસ્તવમાં ભારતી Airtelએ જાહેરાત કરી છે કે Samsung Galaxy Note 9ના 128GB સ્ટોરેજ વેરિયન્ટને એરટેલના ઑનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાશે જેના માટે 7900 રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપીને EMI પર Galaxy Note 9 ખરીદી શકશો. આ ઉપરાંત તેની સાથે એરટેલ પોસ્ટપેડ પ્લાન પણ મળશે. આ પ્લાન સાથે ગ્રાહકોને પ્રતિમાસ 100GB ડેટા અનલિમિટેડ કોલિંગ એરટેલ સિક્યોર ડિવાઈસ પ્રોટેક્શન પેકેજ મળશે. સાથે જ Amazon Prime Airtel TV અને વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે.
Airtel ઓનલાઈન સ્ટોરથી Samsung Galaxy NOte 9 ને પ્રી-ઓર્ડર કરાવવા માટે એરટેલ ઓનલાઈન સ્ટોર પર લોન-ઓન કરવાનું રહેશે. આ બાદ ડિવાઈસ લિસ્ટથી ડિવાઈસ સિલેક્ટ કરી એલિજિબિલિટી ચેક કરો અને પછી 7900 રૂપિયા ડાઉન પેમેન્ટ કરી Samsung Galaxy Note 9 ઓર્ડર કરો. Airtel સ્ટોર પર તેનો પ્રી-ઓર્ડર શનિવાર (11 ઓગસ્ટ)થી શરૂ થશે અને 22 ઓગસ્ટ સુધીમાં તેની ડિલિવરી આપવામાં આવશે.
Samsung Galaxy Note 9 એન્ડ્રોઈડ ઓરિયો બેઝ્ડ સેમસંગ એક્સપીરિયન્સ યુઆઈ પર ચાલે છે. ભારતમાં ફોનને 2.7 ગીગાહર્ટઝ 64 બિટ ઓક્ટા કોર એક્સીનોસ 9810 પ્રોસેસર સાથે લોન્ચ કરાશે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 4000 એમએએચની બેટરી છે જે ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે આવે છે.