Samsungએ ભારતમાં 2 નવા સ્માર્ટફોન Galaxy J4+ Galaxy J6+ લોન્ચ કર્યા છે. કંપનીએ તાજેતરમાં જ આ સ્માર્ટફોન્સને ગ્લોબલી લોન્ચ કર્યા છે. આ બંને બંજેટ સ્માર્ટફોનમાં 6 ઇંચની ઇન્ફિનિટી ડિસ્પ્લે આપવામાં આવી છે. બંને ફોન્સમાં સ્પેનડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. પરંતુ ફોનના સ્પેસિફિકેશન્સ થોડા જુદા છે. ફોન્સમાં ડોલ્બી એટેમોસ ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે.
Galaxy J4+ની ભારતમાં કિંમત 10990 રૂપિયા અને Galaxy J6+ની કિંમત 15990 રૂપિયા રાખવામાં આવી છે. Galaxy J4+ને ગ્રાહકોને બ્લેક બ્લૂ અને ગોલ્ડ કલરમાં ખરીદી શકાશે. Galaxy J6+ બ્લૂક બ્લેક અને રેડ કલરમાં ઉપલબ્ધ છે. બંને સ્માર્ટફોન્સને Amazon India Flipkart અને Samsung શૉપ ઑનલાઇન સિવાય Samsung Indiaના રિટેલ આઉટલેટ્સ પરથી 25 સપ્ટેમ્બરથી ખરીદી શકાશે. આ સ્માર્ટફોન્સમાં સાઇડ ફિંગરપ્રિન્ટ ઇમોટિફાઇ અને ઇન્સ્ટૉલ એપ્સ ઑન SD કાર્ડ જેવા ફિચર્સ છે.
Galaxy J4+ના સ્પેસિફિકેશન્સ:
Galaxy J4+માં 6 ઇંચની HD+ ઇનફિનિટી ડિસ્પ્લે આપવામાં આવી છે તેનો આસ્પેક્ટ રેશિયો 18.5:9 છે. ફોનમાં સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. જેમાં 2GB RAM અને 32GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યુ છે. Galaxy J4+માં f/1.9 ની સાથે 13 મેગાપિક્સલનો સિંગર રિયર કેમેરા આપવામાં આવ્યો છે જે LED ફ્લેશ પણ છે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 3300mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો 4G VoLETનો સપોર્ટ છે આ સિવાય 3.5mm હેડફોન જેક અને બ્લૂટૂથ wifi જેવા ફિચર્સ છે.
Galaxy J6+ ના સ્પેસિફિકેશન્સ:
આ સ્માર્ટફોનમાં 6 ઇંચ ફૂલ HD+ (720x1480 પિક્સલ) ઇનફિનિટી ડિસ્પ્લે છે જેનો આસ્પેક્ટ રેશિયો 18.5:9 છે. ફોનમાં સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યુ છે અને સાથે જ 4GB RAM અને 64 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. Galaxy J6+માં ડ્યૂઅલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડ્યૂઅલ કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. સ્માર્ટફોનમાં 3300mAhની બેટરી આપવામાં આવી છે.કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો 4G VoLETનો સપોર્ટ છે આ સિવાય 3.5mm હેડફોન જેક અને બ્લૂટૂથ wifi જેવા ફિચર્સ છે.