બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ મેદાન માર્યું, કાંધલનું રાજકીય વર્ચસ્વ યથાવત
Last Updated: 01:34 PM, 18 February 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભલે ચારે તરફ ભગવો લહેરાયો હોય પરંતુ નગરપાલિકાની બે બેઠકો એવી છે જ્યાં ન તો ભાજપ ફાવી છે ન તો કોંગ્રેસ.. અહીં સમાજવાદી પાર્ટીએ જીત મેળવીને સૌને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ 20 અને ભાજપે 8 સીટ પર વિજય મેળવ્યો છે. જ્યારે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ 14 અને ભાજપે 10 સીટ પર વિજય મેળવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો ફરી એકવાર મજબૂતી સાથે લહેરાઈ રહ્યો છે. સાથો સાથ કોંગ્રેસના સૂપડા સાફ થતાં હોય તેવું પરિણામ સામે આવી રહ્યું છે. કુલ 1677 બેઠકોમાંથી 956 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.66માંથી 34 નગરપાલિકાઓમાં કમળ ખીલ્યું છે. પંજાના ફાળે 129 જ્યારે 94 બેઠકો પર અપક્ષોના ફાળે ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા નગરપાલિકાનું શાસન હવે ભાજપના હાથમાં, પંજો ઢીલો પડ્યો
167 બેઠકો બિનહરીફ થઈ હતી
ગુજરાતની 66 નગરપાલિકાઓ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ બિનહરીફ થયા હતા જ્યારે કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. જેમા ભાજપે 162, કોંગ્રેસ 01, અન્યના ખતામાં 04 બિન હરીફ ગઈ છે. 1677 બેઠક પરનું ચૂંટણી પરિણામ આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.