બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : તો નર્કમાં કોઈ નહીં બચે, સ્વર્ગ હાઉસફૂલ થઈ જશે, મહાકુંભ સ્નાન પર લપસી સાંસદની જીભ
Last Updated: 10:26 PM, 13 February 2025
યુપીના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં પવિત્ર સ્નાનને લઈને ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. શાદિયાબાદમાં સંત રવિદાસ જયંતી કાર્યક્રમમાં બોલતાં સાંસદ અફઝલ અંસારીએ કહ્યું કે માન્યતા છે સંગમ તટ પર નહાઈને વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે, પાપ ધોવાઈ જશે, અર્થાત આગળ વૈકુંઠમાં જવાનો રસ્તો ખુલી જશે, તેથી જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તેનાથી લાગે છે કે હવે નર્કમા કોઈ નહીં બચે તો સ્વર્ગ હાઉસફુલ થઈ જશે.
ADVERTISEMENT
गाजीपुर के सांसद #AfzalAnsari ने #MahaKumbh पर क्या कहा कि Controversy हो गई?
— Times Now Navbharat (@TNNavbharat) February 13, 2025
सब्सक्राइब करें #TimesNowNavbharat👉https://t.co/ogFsKfs8b9
#TimesNowNavbharatOriginals #TNNOriginals #MahakumbhMela #Prayagraj #MahaKumbh2025 pic.twitter.com/pP892UCpYy
યુવાનો ટ્રેનોના કાચ તોડી રહ્યાં છે
ADVERTISEMENT
અંસારીએ ટ્રેનોમાં ભારે ભીડ પર બોલતાં એવું કહ્યું કે 15-20 વર્ષના યુવાનો ટ્રેનોના કાચ તોડી રહ્યાં છે જેને કારણે મહિલાઓ અને બાળકો ભયભીત છે. ટીટી પોતાની વર્દી ઉતારી રહ્યાં છે. પોલીસ પણ પરેશાન છે.
મહાકુંભ પૂરો થવામાં હવે ગણતરીના દિવસો
ઉલ્લેખનીય છે કે મહાકુંભ પૂરો થવામાં હવે થોડા દિવસો બચ્યાં છે. 26 ફેબ્રુઆરીએ મહાકુંભ પૂરો થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.