SAMAJWADI PARTY Leader swami prasad maurya said ramcharitmanas nonsense book should be banned
ટિપ્પણી /
રામચરિત માનસ પુસ્તક પર પ્રતિબંધ...: બિહારના મંત્રી બાદ હવે સપા નેતાના વિવાદિત નિવેદનથી ગરમાવો
Team VTV12:08 PM, 23 Jan 23
| Updated: 12:08 PM, 23 Jan 23
સપાનાં નેતાએ કહ્યું કે 'રામચરિતમાનસમાં દલિતો અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તુલસીદાસે ગ્રંથને પોતાની ખુશી માટે લખ્યું હતું. ' નેતાએ આ ગ્રંથને 'બકવાસ' કહ્યું.
સપાનાં નેતા સ્વામીપ્રસાદ મૌર્યનું વિવાદિત નિવેદન
રામચરિતમાનસ પર કરી ટિપ્પણી
કહ્યું 'ગ્રંથ બકવાસ, તુલસીદાસે પોતાની ખુશી માટે લખ્યું હતું'
રામચરિત માનસ પર બિહારનાં મંત્રીની આપત્તિજનક ટિપ્પણી બાદ હવે સમાજવાદી પાર્ટીનાં નેતા સ્વામીપ્રસાદ મૌર્યે વિવાદિત નિવેદન આપી મામલો વધુ ગરમ કર્યો છે. સપાનાં નેતાએ કહ્યું કે 'રામચરિતમાનસમાં દલિતો અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તુલસીદાસે ગ્રંથને પોતાની ખુશી માટે લખ્યું હતું. કરોડો લોકો તેને વાંચતા નથી. ' આ ગ્રંથને બકવાસ કહેતાં તેમણે સરકારને આ ગ્રંથ પર પ્રતિબંધ મૂકવાનું સૂચન આપ્યું હતું.
સ્વામી પ્રસાદ મૌર્યે ગ્રંથને બકવાસ કહ્યો
સપાનાં નેતાએ માનસનાં એક અંશને ટાંકીને કહ્યું કે 'બ્રાહ્મણ ભલે દુરાચારી, અભણ હોય પરંતુ તે એક બ્રાહ્મણ છે. તેને પૂજનીય કહેવાયું છે. પરંતુ શૂદ્ર કેટલોય જ્ઞાની હોય તેનું સન્માન ન કરો. મૌર્યએ પ્રશ્ન ઊઠાવ્યો કે શું આ જ ધર્મ છે? જે ધર્મ આપણું સત્યાનાશ ઈચ્છે છે તેનો સત્યનાશ હો' તેમણે બાગેશ્વર ધામનાં પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર પ્રહારો કરતાં કહ્યું કે ' ધર્મનાં ઠેકેદારો જ ધર્મ વેંચી રહ્યાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગ ફેલાવી રહ્યાં છે. તેવા લોકોની સામે કાર્યવાહી કરવી જોઈએ.'
#WATCH | I don't have any issue with Ramcharitramanas but a few parts of Ramcharitramanas have insulting comments & sarcasm specifying particular castes & sects, those should be banned...: SP leader Swami Prasad Maurya pic.twitter.com/FhgcwoXOjs
વિશ્વ હિન્દૂ પરિષદ સપાનાં નેતા પર ભડકી
સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યનાં રામચરિત માનસ પર પ્રતિબંધ લગાવવાની અને ગ્રંથને બકવાસ કહેનારી વાત પર વિશ્વ હિન્દૂ પરિષદ VHP ભડકી ઊઠી છે. VHPનાં પ્રભારી શરદ શર્માએ કહ્યું કે હિન્દૂ ધર્મગ્રંથ શ્રીરામચરિતમાનસ પર પૂર્વમંત્રી સપા નેતા સ્વામીપ્રસાદ મૌર્ય જેવા અજ્ઞાની પ્રતિબંધો લગાવવાની પાયાવિહોણી વાતો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે 'સત્તા ન મળવાને કારણે તેમને પાગલપનની આંચકીઓ આવી રહી છે.' વધુમાં તેમણે કહ્યું કે 'રામચરિત માનસ એક પુસ્તક નહીં પરંતુ માનવજીવનને સર્વશ્રેષ્ઠ બનાવવાનો અમૃત કુંભ છે.'
ભગવાન શ્રી રામ પર વાંધાજનક ટિપ્પણી
કન્નડ લેખક અને નિવૃત્ત પ્રોફેસર કે.એસ.ભગવાને ભગવાન શ્રી રામ પર વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે ભગવાન રામ બપોરે સીતા સાથે બેસીને રાત્રે એકલા દારૂ પીતા હતા. તેમણે પોતાની પત્ની સીતાને વનમાં મોકલી દીધી અને તેમને તેમની કોઈ પરવા ન હતી. તેઓએ ઝાડ નીચે તપસ્યા કરી રહેલા શૂદ્ર શંભુકનું માથું કાપી નાખ્યું. તે આદર્શ કેવી રીતે હોઈ શકે?
રામ દારુ પીતા, શંભુકનું માથું કાપી નાખ્યું- કેએસ ભગવાન
કે.એસ.ભગવાને કહ્યું કે રામ સીતા સાથે બેસીને રાત્રે એકલા દારૂ પીતા હતા. તેણે પોતાની પત્ની સીતાને વનમાં મોકલી દીધી અને તેને તેની પરવા ન હતી. એટલું જ નહીં, તેમણે ઝાડ નીચે તપસ્યા કરી રહેલા એક શૂદ્ર યુવાન શંભુકનું માથું કાપી નાખ્યું. હું આ નથી કહી રહ્યો, વાલ્મીકિ રામાયણ અને અન્ય દસ્તાવેજોમાં લખ્યું છે. તેમણે કહ્યું કે ભગવાન રામ આવા આદર્શ કેવી રીતે બની શકે.