બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધી, Y+ સુરક્ષા કવચમાં રહેશે 'ભાઈજાન'
Last Updated: 11:18 PM, 15 October 2024
એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. રાજકારણથી લઇને બૉલીવુડ ઈન્ડસ્ટ્રી સુધી દરેક જગ્યાએ શોકનું વાતાવરણ છે. બાબા સિદ્દીકીના સૌથી નજીકના મિત્ર માનવામાં આવતાં અભિનેતા સલમાન ખાન પણ દુઃખી છે. 12 ઓક્ટોબરે કથિત રીતે લૉરન્સ બિશ્નોઈ ગેંગે બાબાની હત્યા કરી હતી, ત્યારથી હડકંપ મચી ગયો છે. લૉરન્સ બિશ્નોઈ ગેંગ તે જ છે, જેમણે અગાઉ સલમાન ખાનના ઘરે ગોળી ચલાવવાનું કૃત્ય કર્યું હતું. આવી સ્થિતિમાં, સલમાનની સુરક્ષા વધારવામાં આવી છે.
ADVERTISEMENT
સલમાન ખાન વર્ષોથી લૉરન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર છે. હવે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટના આસપાસનું ક્ષેત્ર સુમસાન થઇ ગયું ત્યાં ઊભેલા લોકોને સેલ્ફી કે વીડિયો લેવા માટે એક પળ માટે પણ થોભાવાની મનાઈ કરી દેવામાં આવી છે. સલમાને Y+ સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરક્ષિત કિલ્લામાં પરિવર્તિત થઇ ગયો હોય ગેલેક્સી એપાર્ટમેન્ટ તેવી સુરક્ષા
ADVERTISEMENT
સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટને એક સુરક્ષિત કિલ્લામાં પરિવર્તિત કરી દેવાયો હોય તેવી સ્થિતિ છે. , જ્યાં પક્ષી પાંખ પણ ફફડે તો સુરક્ષાકર્મીઓની નજર હોય છે. પોલીસે ઘરને ચારેકોરથી ઘેરી રાખ્યું છે. હાલત એવી છે કે મિડિયા કર્મચારીઓને પણ આ જગ્યાએ શૂટિંગ કે કોઈ પણ રીતે ઉભા રહેવાની મંજૂરી નથી. સલમાનના ઘરની સામેની સડકમાં લાગેલા સીસીટીવી કેમેરા એપાર્ટમેન્ટની બહારની કોઈપણ પ્રવૃત્તિને કેદ કરી રહ્યા છે. ગેલેક્સી એપાર્ટમેન્ટની બહારના રસ્તે કોઈ પણ વ્યક્તિના આવા-જવા પર સંપૂર્ણ રીતે મનાઈ છે. અહીં પોલીસનું કડક પેટ્રોલિંગ છે. સાથે જ સુપરસ્ટારના પનવેલના ફાર્મ હાઉસની સુરક્ષા પણ વધારવામાં આવી છે. ફાર્મ હાઉસના અંદર અને બહાર ફોર્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ ફાર્મ હાઉસમાં જવા જતી માર્ગ પર પણ નાકાબંધી કરવામાં આવી છે.
Y+માં અપગ્રેડ કરાઇ સુરક્ષા
પૂર્વ મંત્રી બાબા સિદ્ધિકીની હત્યાના બાદ, સલમાનની સુરક્ષા બમણી કરી દેવાઈ છે. ઘટનાના બાદ, સલમાન ખાનની સુરક્ષાને Y+માં અપગ્રેડ કરી દેવાઈ છે, જેમાં તેમના સાથે ચાલતી પોલીસ સ્કોર્ટ ગાડી પણ શામેલ છે. સલમાનને છેલ્લા ઘણા દિવસોથી લૉરન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેમની સુરક્ષા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, સલમાન ખાન હવે જ્યાં પણ શૂટિંગ માટે જશે, ત્યાંની સ્થાનિક પોલીસ સ્ટેશનને આ માહિતી આપવામાં આવશે, જેના પછી પોલીસની એક ટીમ શૂટિંગ સ્થળ પર પહોંચીને તેમની સુરક્ષાનું ધ્યાન રાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT