કોર્ટ કચેરી સાથે બોલિવૂડના ભાઈજાન સલમાનનો જૂનો નાતો છે ત્યારે એક કેસમાં સલમાન ખાને કોર્ટમાં આપેલ દલીલ ચર્ચાનો વિષય બની છે.
સલમાને પાડોશી કેતન કક્ક્કડ પર કર્યો કેસ
વર્ષોથી ચાલી રહેલ સંપત્તિ વિવાદ
વકીલ પ્રદીપ ગાંધીએ ધર્મને વચ્ચે ન લઇ આવવાની કરી માંગ
શું છે સમગ્ર મામલો?
સલમાન ખાને કેતન કક્કડ વિરુદ્ધ તેમને બદનામ કરવા બદલ કેસ કર્યો. અસલમાં, તેમની વચ્ચે સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલ પ્રદીપ ગાંધીએ ફરિયાદ કરતા કહ્યું કે મારી માતા હિંદુ તથા પિતા મુસ્લિમ છે તથા મારા ભાઈઓએ પણ હિંદુઓ સાથે લગ્ન કર્યાં છે. તેમણે ધર્મને વચ્ચે ન લાવવાની માંગ કરી.
સુપરસ્ટાર સલમાન ખાનનો કોર્ટ કચેરી સાથે જુનો સંબંધ છે, પરંતુ હાલમાં જ તેમણે પોતાનાં પનવેલવાળા ફાર્મહાઉસના પાડોશી વિરુદ્ધ કેસ કરી દીધો જેની સુનાવણી ચાલી રહી છે. સલમાને પાડોશી કેતન કક્કડ વિરુદ્ધ એક દીવાની મુકદમો દાખલ કર્યો છે. અભિનેતાએ આરોપ લગાવ્યો છે કે કેતને એક યુટ્યુબ ચેનલને દીધેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેમને બદનામ કર્યાં હતા. સલમાનના વકીલ પ્રદીપ ગાંધીએ કોર્ટને કહ્યું કે કેતનના આરોપો 'બેબુનિયાદ અને નિરાધાર 'છે.
જૂનો સંપત્તિ વિવાદ
અસલમાં, 1995માં, કેતને કથિત રૂપથી પનવેલમાં એક ઘર/આશ્રમ/મંદિર બનાવવાના હેતુથી જમીન ખરીદી હતી. પ્રદીપ ગાંધીએ કહ્યું કે આ જમીન મહારાષ્ટ્ર સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી હતી, આ વનવિભાગ દ્વારા ગેરકાનૂની માનવામાં આવ્યું હતું. પરંતુ કેતને દાવો કર્યો હતો તે બધું સલમાન ખાનના નિર્દેશ પર થયું હતું, તેમનાં કહ્યા બાદ જ જમીનને ગેરકાનૂની માનવવામાં આવી હતી. તથા વનવિભાગ દ્વારા કથિત રૂપથી રદ્દ કરવામાં આવી હતી. કેતને દાવો કર્યો કે અભિનેતાએ ત્યારે કથિત રૂપથી એક ગેટનું નિર્માણ કર્યું, જેને કારણે જમીનનો એકમાત્ર પ્રવેશ અને નિકાસ અવરુદ્ધ થઇ ગયા. તેમણે આગળ સલમાન પર ઇકો-ફ્રેન્ડલી ગણેશ મંદિર બનાવવાનો આરોપ લગાવ્યો તથા આ મંદિર સુધીની પહોંચને અભિનેતા દ્વારા અવરુદ્ધ કરવવાનો પણ આરપ લગાવ્યો.
સલમાનના વકીલની ધર્મને અંગે માંગ
ગુરુવારે અદાલતની સુનાવણી દરમિયાન, અભિનેતા તરફથી તેમનાં વકીલે કહ્યું, ' એક સંપતિ વિવાદમાં તમે મારી વ્યક્તિગત પ્રતિષ્ઠા કેમ ખરાબ કરી રહ્યાં છો? તમે ધર્મ કેમ વચ્ચે લાવી રહ્યાં છો? મારી માતા એક હિંદુ છે, મારા પિતા એક મુસ્લિમ છે તથા મારા ભાઈઓએ હિંદુઓ સાથે લગ્ન કર્યાં છે. અમે બધા જ તહેવારો મનાવીએ છીએ. ' તેમણે કહ્યું કે ' મારી કોઈ રાજનીતિક આકાંક્ષા નથી. ' લગાવવામાં આવેલ આરોપોને નિરાધાર કહ્યા, સાથે જ કહ્યું કે તેઓ ન કેવળ આદેશની માંગ કરી રહ્યાં છે પરંતુ બધા માનહાનીકારક કન્ટેન્ટને હટાવવાની માંગ પણ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે આ પહેલા, 14 જાન્યુઆરીના રોજ, મુંબઈ સિટી સિવિલ કોર્ટે અભિનેતાના પક્ષમાં વચગાળાના પ્રતિબંધનો આદેશ પસાર કરવાની માનાઈ કરી. વચગાળાનો આદેશ કેતનને મુકદમા દરમિયાન કોઈ બીજું માનહાનીકારક બયાન દેવાથી રોકવા માટે આપવામાં આવ્યો હતો.