બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સલમાન ખાને બહેનના ઘરે ઉતારી ગણપતિ બાપાની આરતી, સેલિબ્રેશનનો વીડિયો વાયરલ
Last Updated: 04:25 PM, 8 September 2024
સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ સેલિબ્રેશનમાં સલમાન ખાન અને તેની ખાસ મિત્ર યુલિયા વંતુર પણ જોવા મળી હતી. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના પતિ આયુષ શર્માએ શનિવારે તેમના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. આ દરમિયાન અર્પિતા ખાનનો આખો પરિવાર જોવા મળ્યો હતો. આ સેલિબ્રેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સલમાન ખાને આરતી કરી હતી
સલીમ ખાન, સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ ગણપતિ સેલિબ્રેશનમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં સોહેલ ખાનના બાળકો નિર્વાણ અને યોહેન ખાન પણ આવ્યા હતા. બધાએ સાથે મળીને પૂજા કરી. સલમાન ખાને તેની ભત્રીજી આયત સાથે આરતી કરી હતી. સલમાન બ્રાઉન શર્ટ અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળ્યો હતો. અભિનેતા વરુણ શર્મા, ઓરી અને યુલિયા વંતુર પણ આ પૂજાનો ભાગ બન્યા હતા.
તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારના ઘરે આયોજિત ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં સલમાન ખાન જોવા મળ્યો હતો.
આ ફિલ્મોમાં સલમાન ખાન જોવા મળ્યો હતો
સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ટાઇગર 3માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરિના કૈફ પણ ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાને પણ કેમિયો રોલ કર્યો હતો. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. આ પહેલા તે કોઈના ભાઈ તો કોઇની જાન તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્માણ સલમાને કર્યું હતું. આ ફિલ્મમાં પૂજા હેગડે લીડ રોલમાં હતી.
અભિનેતા સિકંદરમાં જોવા મળશે
હવે સલમાન ખાન તેની આગામી ફિલ્મની તૈયારી ચાલી રહી છે. તે સિકંદર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદોસે કર્યું છે. આ ફિલ્મ આગામી ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેત્રી રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.
કાર્તિકે લીધા બાપાના આર્શિવાદ
બોલીવૂડમાં એક્ટરો દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દર વર્ષની જેમ કાર્તિક આર્યને પણ ગણપતિ દાદાના આર્શિવાદ લેવા માટે પહોચ્યો હતો. તેણે બે હાથ જોડીને બાપાને પગે લાગ્યો હતો.
આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખજો, નહીં તો થઈ જશો ઠનઠન ગોપાલ
શિલ્પા શેટ્ટીએ દાદાની આરતી ઉતારી
બોલીવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ ગણપતિ મહોત્સવની ઉજવણી કરી હતી. તેણે ગણપતિ દાદાની સ્થાપના કરી અને દાદાની આરતી ઉતારી હતી. તેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.