આ કારણથી સલમાન નથી કરતો લગ્ન, પિતા સલીમ ખાને ખોલ્યો રાઝ

By : krupamehta 10:03 AM, 13 January 2019 | Updated : 10:03 AM, 13 January 2019
મુંબઇ: બોલીલુડના સુપરસ્ટાર સલમાન ખાનને જેને સમગ્ર બોલીવુડ ભાઇજાનના નામથી ઓળખે છે. એની ફિલ્મો 100 કરોડથી વધારેનો બિઝનેસ કરી લે છે. સલમાન ખાનને બોલીવુડનો સૌથી ફિટ અભિનેતા માનવામાં આવે છે. સલમાન ખાને પોતાની સફળતા મેળવવા ખૂબ મહેનત કરી છે. સમગ્ર દુનિયામાં સલમાન ખાનના પ્રશંસકો છે. સલમાન ખાનની ફિલ્મ જોવા માટે એના પ્રશંસકો પહેલાથી જ ટિકીટો બુક કરાવી દે છે. બોલીવુડની અભઇનેત્રીઓ નહીં દુનિયાની છોકરીઓ પણ એની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. પરંતુ સલમાન હજુ સુધી કુંવારો છે. 

જ્યારે પણ સલમાન ખાનને લગ્ન માટે પૂછવામાં આવે છે તો એ આ સવાલથી બચે છે. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે એનું નામ જોડાયેલું છે. તાજેતરમાં સલમાન ખાન હોલીવુડ અભિનેત્રી લૂલિયા વંતૂરની સાથે નજરે પડ્યો હતો. આ બંને જલ્દીથી લગ્ન કરી શકે છે. 

જો કે સલમાન ખાનના પિતા સલીમ ખાને મીડિયાને જણાવ્યું કે સલમાન એક એવી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે જે પોતાની મા ની જેમ સમગ્ર પરિવારને લઇને ચાલે. સલમાન એક સિમ્પલ છોકરી સાથે જ લગ્ન કરશે ત્યારે જ આવુ થશે. બોલીવુડની કોઇ પણ અભિનેત્રી સાથે લગ્ન કરશે તો એ ફિલ્મ દુનિયાને છોડી શકશે નહીં. એટલા માટે સલમાન ખાનને એની પસંદની છોકરી મળી રહી નથી. કદાચ આ જ કારણ છે સલમાન ખાનના લાખો પ્રશંસકો એની લગ્નની રાહ જોઇ રહ્યા છે.Recent Story

Popular Story