બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'સિકંદર'ના ટાઈટલ ટ્રેકમાં સલમાન ખાનનો રશ્મિકા મંદાના સાથે ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો
Last Updated: 11:50 PM, 18 March 2025
સલમાન ખાનની દરેક ફિલ્મ જે રિલીઝ થવા જઈ રહી છે તે થોડા જ દિવસોમાં ધૂમ મચાવી દે છે. આમાંથી એક તેમની આગામી ફિલ્મ સિકંદર છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ ચાહકોમાં એક અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રશ્મિકા મંદાના સલમાન ખાન સાછે જોવા મળશે. ગયા અઠવાડિયે જ, સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મનું પહેલું ગીત 'બમ બમ ભોલે' રિલીઝ થયું હતું. લોકોને આ ગીત ખૂબ ગમ્યું છે અને હવે ડાયરેક્ટરોએ સિકંદરનું નવું ગીત સિકંદર નાચે પણ રિલીઝ કર્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: મોટા સમાચાર : હવે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચ-ગૃહ મંત્રાલયની બેઠકમાં નિર્ણય
સલમાન ખાનના ડાન્સ મૂવ્સ અદ્ભુત છે.
ADVERTISEMENT
ફિલ્મ સિકંદરનું બીજું ગીત રિલીઝ થતાં જ ચાહકોનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો છે. આ ગીતમાં સલમાન ખાનની સિગ્નેચર સ્ટાઇલ જોવા જેવી છે. બોલિવૂડના ભાઈજાનના ડાન્સ મૂવ્સ જોયા પછી, તેમના ચાહકો પણ નાચવા માટે મજબૂર થઈ જાય છે. ગીતના દરેક ફ્રેમમાં રશ્મિકા મંદાના સુંદર લાગે છે પણ સલમાન ખાન સામે તેનો ચાર્મ થોડો ઓછો લાગતો હતો. આ ગીતને અહમદ ખાને કોરિયોગ્રાફ કર્યું છે. ગીતમાં ઘણા ટર્કિશ ડાન્સર્સ છે, જેના કારણે આ ગીત વધુ સુંદર લાગે છે.
ચાહકોએ આ પ્રતિક્રિયા આપી:
સલમાન ખાનનું આ ગીત ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે અને સલમાનના આ ગીતના વખાણ કરી રહ્યા છે.આ ગીત પર એક યુઝરે કોમેન્ટ કરી છે કે, 'આ ગીત મ્યુઝિક ચાર્ટ પર ધૂમ મચાવશે.' જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે, 'રશ્મિકા કૃપા કરીને મને માફ કરી દે પણ ભાઈજાનની સામે બધા નિષ્ફળ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / 'પરાણે કરાવતા હતા આ કામ..', મહિલા સિંગરે ખોલી ઓસ્કાર વિજેતાની પોલ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.