બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 01:22 PM, 12 February 2020
ADVERTISEMENT
આ વખતે સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર બંનેના ફેન્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે. બંનેના ફેન્સ તેમને ટ્રેન્ડ કરાવતા રહે છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે આસિમ કે સિદ્ધાર્થમાંથી કોઈ એક શો જીતશે.
ADVERTISEMENT
બિગ બોસના હોસ્ટ સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ હાલ મીડિયા વાતચીત દરમિયાન જણાવ્યું કે તે કોને બિગ બોસ 13ના વિનર તરીકે જોવા માંગે છે. તો તેણે કહ્યું કે, સિદ્ધાર્થ શુક્લાને તે શોના વિનર તરીકે જોવા માંગે છે. શેરાએ કહ્યું કે, કોઇને પણ પૂછી લો તો બધાં સિદ્ધાર્થ શુક્લાનું જ નામ લઈ રહ્યાં છે.
શેરાએ કહ્યું કે, સિદ્ધાર્થ શુક્લાને હરાવવું મુશ્કેલ છે. જોકે, શેરાનું આ નિવેદન સાંભળ્યા પછી લાગે છે કે, ટીવી જગતની સાથે અને બોલિવૂડથી જોડાયેલા લોકો પણ સિદ્ધાર્થ શુક્લાને વિનર તરીકે જોવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, હાલ બિગ બોસ 13માં સિદ્ઘાર્થ શુક્લા સિવાય રશ્મિ દેસાઈ, આરતી સિંહ, આસિમ રિયાઝ, પારસ છાબડા, શહનાઝ ગિલ અને માહિરા શર્મા પણ સામેલ છે. આ સપ્તાહના વીકેન્ડ પર બિગ બોસ 13ના વિનરનું નામ બધાંની સામે આવી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.