બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'હવે હું થાકી ગયો...', ઘર પર ફાયરિંગના કેસમાં સલમાન ખાનની 4 કલાક પૂછપરછ હાથ ધરાઈ

બોલિવુડ / 'હવે હું થાકી ગયો...', ઘર પર ફાયરિંગના કેસમાં સલમાન ખાનની 4 કલાક પૂછપરછ હાથ ધરાઈ

Last Updated: 09:58 AM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપ્રિલમાં સલમાન ખાનના ઘરની બહાર સવારે 4 વાગે થયેલા ગોળીબારનાં મામલે ક્રાઈમ બ્રાન્ચે અભિનેતા અને તેના ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધાયું છે. કથિત રીતે સલમાન ખાને તેમને જણાવ્યું કે ઘટનાની રાતે શું થયું હતું. તેણે એમ પણ કહ્યું કે આ પ્રકારના ક્રાઈમને લઈને નિશાન બનાવવાના કારણે તે પરેશાન અને થાકી ગયો છે.

મુંબઈ પોલીસે એપ્રિલમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે તેનું અને તેના ભાઈ એક્ટર અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું છે. સલમાન ખાને પોતાના નિવેદનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કથિત રીતે તેમના ઘર પર ગોળીબારની ઘટનાને લઈને તેના પરિવારની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી. બુધવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઘટના અંગે સલમાન ખાનને તેનું નિવેદન નોંધવા માટે બોલાવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચના ચાર અધિકારીઓ આ મહિનાની શરૂઆતમાં બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા જ્યાં અભિનેતાનો પરિવાર રહે છે.

અધિકારીએ જણાવ્યું કે 4 જૂને લગભગ ચાર કલાક સલમાનનું નિવેદન અને બે કલાકથી વધુ સમય સુધી તેના ભાઈ અરબાઝનું નિવેદન નોંધવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 4 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું. કેટલાક અખબારી અહેવાલોમાં અભિનેતાના મુંબઈ પોલીસને આપેલા નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગોળીબાર મામલે સલમાને કહ્યું - હું પરેશાન અને થાકી ગયો છું

અભિનેતાએ કહ્યું કે ગોળીબારની આ ઘટના અમારા માટે એક ગંભીર ખતરો છે. અભિનેતાએ કહ્યું કે ગોળીબાર બાદ તેણે પોતાની ગેલેરીમાંથી પણ ચેક કર્યું, પરંતુ બહાર કોઈ ન દેખાયું. થોડા સમય પછી, બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડે તેને ઘટનાની જાણ કરી. પોતાનું નિવેદન નોંધતી વખતે, અભિનેતાએ કહ્યું કે તે આવા ગુનાઓ માટે નિશાન બનાવવાના કારણે સખત પરેશાન અને થાકી ગયો છે. તેણે કહ્યું કે તેણે પહેલેથી જ ઘણું સહન કર્યું છે અને ઘણી અદાલતો દ્વારા લગાવવામાં આવેલ દંડ પણ ચૂકવી દીધા છે.

સલમાને જણાવ્યુ કે એ રાતે શું-શું થયું હતું

અન્ય એક અહેવાલ અનુસાર, સલમાને તેના નિવેદનમાં પોલીસને ઘટનાની તે રાત્રે શું થયું તેની જાણકારી આપી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તે દિવસે તે ઘરે જ હતો અને તે રાત્રે મોડા ઊંઘ્યો હતો કારણ કે તેના ઘરે એક પાર્ટી હતી. થોડા કલાકો પછી ઘરની બહાર ગોળીબારના અવાજથી તે જાગી ગયો. અભિનેતાએ આ મામલે મુંબઈ પોલીસ અને તેમની તપાસનો આભાર પણ માન્યો.

અરબાઝે કહ્યું - પોલીસે આને ગંભીરતાથી લેવું જોઈએ

આ કેસમાં સલમાનની સાથે તેના ભાઈ અને અભિનેતા અરબાઝ ખાનનું પણ નિવેદન નોંધવામાં આવ્યું. જણાવવામાં આવ્યું છે કે આ મામલે તેની લગભગ 2 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા પર ભાર મૂકતા, અરબાઝે કહ્યું, અગાઉ કોઈએ અમારા ઘરની બહાર ધમકીભરી ચિઠ્ઠી મૂકી હતી અને બિશ્નોઈ ગેંગના સભ્યોએ અમારા પનવેલ ફાર્મહાઉસની રેકી કરી હતી. ગોળીબારની આ ત્રીજી ઘટના છે અને પોલીસે તેને ગંભીરતાથી લેવી જોઈએ.

આ મામલે અત્યાર સુધીમાં થઈ 6ની ધરપકડ

જણાવી દઈએ કે 14 એપ્રિલની વહેલી સવારે સલમાન ખાનના એપાર્ટમેન્ટની બહાર મોટરસાઈકલ પર આવેલા બે વ્યક્તિઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર મામલે પોલીસે આરોપી શૂટરો વિકી ગુપ્તા અને સાગર પાલની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. પોલીસનો દાવો છે કે આ ઘટના પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે. આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક અનુજ થાપને 1 મેના રોજ પોલીસ લોકઅપમાં કથિત રીતે ફાંસી લગાવી લીધી હતી. અન્ય એક મામલે નવી મુંબઈ પોલીસે આ મહિનાની શરૂઆતમાં સલમાન ખાન પર હુમલો કરવાના કાવતરાના સંબંધમાં હરિયાણાના બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના કથિત સભ્ય સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.

વધુ વાંચો: તો શું 15 ઓગસ્ટે રિલીઝ નહીં થાય પુષ્પા 2 ધ રૂલ, જાણો પોસ્ટ પ્રોડક્શન કેમ લેટ થયું?

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈનો હાથ

પોલીસે જણાવ્યું હતું કે ગેંગના ચાર સભ્યોએ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની આસપાસના વિસ્તાર પનવેલમાં તેના ફાર્મહાઉસની રેકી કરી હતી. આ લોકો એ જગ્યાઓ પર પણ ગયા હતા જ્યાં સલમાન ખાન શૂટિંગ માટે જાય છે. હાલમાં, લોરેન્સ બિશ્નોઈ અન્ય એક કેસમાં ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. પોલીસે જણાવ્યું કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ ઘટનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Mumbai Crime Branch Firing Incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ