સલમાન લગ્ન માટે કેવા પ્રકારની છોકરીની કરી રહ્યો છે શોધ, આ દિવસે પડશે ખબર

By : krupamehta 03:14 PM, 17 May 2018 | Updated : 03:14 PM, 17 May 2018
સલમાન ખાનના લગ્નની વાત ફરીથી ચર્ચામાં છે. કારણ ફિલ્મ 'રેસ 3' નું ટ્રેલર છે. ફિલ્મમાં એક દ્રશ્ય છે. જેમાં સલમાન ખાન જેક્વેલિન ફર્નાન્ડીઝને કહે છે, 'તમારો હાથ આપો ... ગભરાશો નહીં, લગ્ન માટે નથી કહ્યું'.

સલમાન લગ્ન કયારે કરશે અને તે પણ કોની સાથે તેના વિશે જણાવા લોકો આતુર છે. તેણે ઘણી છોકરીઓ સાથે ડેટ કર્યું છે.  તેણે કોઇને પોતાની જીવનસાથી બનાવી નથી. છેવટે, તે કેવા પ્રકારની છોકરીને સાથે લગ્ન કરવા માગે છે? આ પ્રશ્નનો જવાબ હવે સલમાન ખાન આપશે, તે પણ સમગ્ર દુનિયાની સામે.એક રિપોર્ટ મુજબ કહેવામાં આવે છે કે ફિલ્મ' રેસ 3 'માં એક દ્રશ્ય છે. જેમાં સલમાન ખાન જે છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે તે વિશે વાત કરશે.' માહિતી મુજબ , 'ભાઇજાન' દરેકને કહેશે કે તે લગ્ન માટે એક છોકરીની શોધમાં છે.જ્યારે ભારતના સૌથી વર્ચસ્વ ધરાવતા બેચલર પોતાના લગ્ન વિશે વાત કરશે, ત્યારે ચાહકોની ફિલ્મ 'રેસ 3' માટે આતુરતા વધી જશે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતાં જ તે સુપર હિટ થઇ ગયું છે. ખતરનાક સ્ટન્ટ્સ અને ડાયલોગની સાથે પ્રોમોની ચર્ચા થઈ રહી છે.


 
ફિલ્મ 'રેસ 3' માં સલમાનની સાથે જેક્વેલિન, ડેઝી, બોબી દેઓલ અનિલ કપૂર, શાકીબ સલીમ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મને રમેશ તૌરાની અને સલમાન ખાનની માં સલમ ખાને મળીને Produce કરી છે. આ ફિલ્મ 15 જૂને રીલિઝ થશે.
 Recent Story

Popular Story