બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / સલમાન ખાનને ધમકી મળ્યાનો મામલો પહોંચ્યો વડોદરા, થયો ચોંકાવનારો ઘટસ્ફોટ
Last Updated: 10:06 AM, 15 April 2025
સલમાન ખાનને ધમકી આપવાનો કેસમાં તપાસનો રેલો ગુજરાતના વડોદરા સુધી પહોંચ્યો છે. વાઘોડિયાના રવાલ ગામેથી સલમાન ખાનને ધમકી ભર્યો મેસેજ કરવામાં આવ્યો હતો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે વડોદરાએ ધામા નાખ્યા હતા. પોલીસની પૂછપરછમાં યુવક માનસિક દિવ્યાંગ હોવાનો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
વાઘોડિયાથી સલમાન ખાનને અપાઈ હતી ધમકી ?
ADVERTISEMENT
અત્રે જણાવીએ કે, રવાલ ગામના 26 વર્ષીય મયંક પંડ્યાન નામના વ્યક્તિ મુંબઈ પોલીસે પકડી લીધો છે જે માનસિક રીતે અશક્ત હોવાનું તાપસમાં સામે આવ્યો છે, ત્યારે તેને પોલીસે નોટિસ પાઠવીને મુંબઈ પૂછપરછ માટે બોલાવ્યો છે. જે તપાસ બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ટીમ મુંબઈ જવા રવાના થઈ છે.
શુ ધમકી મળી હતી ?
મુંબઈના વરલી ટ્રાન્સપોર્ટ વિભાગના વોટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેતાના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખવામાં આવશે. એટલું જ નહીં, સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. વર્લી પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે જ આ અજાણ્યા વ્યક્તિની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. આ પહેલી વાર નથી જ્યારે સલમાનને આવી ધમકીઓ મળી હોય. આ પહેલા પણ સલમાનને ઘણી વખત ધમકીઓ હતી.
આ પણ વાંચો: અસુરક્ષિત અમદાવાદ! તલવાર જેવાં ઘાતક હથિયારો સાથે અસામાજીક તત્વોએ આખી સોસાયટી બાનમાં લીધી
ઘણી વાર મળી ચુકી છે જાનથી મારી નાખવાની ધમકીઓ
જણાવી દઈએ કે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી અનેકવાર મળી છે, અગાઉ પણ ઘણી વખત અભિનેતાને આવી જ ધમકીઓ મળી ચૂકી. છેલ્લા કેટલાક વર્ષોમાં, બોલિવૂડ અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી પ્રત્યક્ષ અને પરોક્ષ ધમકીઓ મળી. 1998ના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનની કથિત સંડોવણી બદલ આ ગેંગ સલમાન ખાનને નિશાન બનાવી રહી હોવાનું કહેવાય છે, કારણ કે બિશ્નોઈ સમુદાય માટે કાળિયાર ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.