બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાનની સુરક્ષામાં લોચો! અડધી રાત્રે 'ભાઈજાન'ના કાફલામાં આવી ચડયો યુવક, પછી જુઓ શું બન્યું
Last Updated: 04:48 PM, 19 September 2024
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં ફરી એકવાર ચુક આવી છે. એક યુવક તેની બાઈક લઈને સલમાન ખાનની ગાડીનો પીછો કરી રહ્યો હતો. જે બાદ સુરક્ષાકર્મીઓએ ગેલેક્સી બહાર તેને પકડી લીધો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ 18 સપ્ટેમ્બરની રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં બનેલો છે
ADVERTISEMENT
યુવક સલમાન ખાનની કારની નજીક મોટરસાઇકલ લઈ ગયો હતો
ADVERTISEMENT
ગઈ કાલે રાત્રે લગભગ 12 વાગ્યાથી 12.25 વાગ્યાની આસપાસ જ્યારે સલમાન ખાનનો કાફલો મહેબૂબ સ્ટુડિયો પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક મોટરસાઇકલ પર ઝડપથી હંકારી રહેલી વ્યક્તિ તેની કારની એકદમ નજીક પહોંચી ગયો હતો. સલમાન ખાનની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓએ વારંવાર હોર્ન વગાડ્યા અને તેને દૂર ખસી જવા કહ્યું હતુ તેમ છતાં તેણે સલમાન ખાનની કારની સાથે તેની મોટરસાઇકલ ચલાવવાનું ચાલુ રાખ્યું હતું.
કોણ છે તે યુવક ?
યુવકની પોલીસે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તે મુંબઈના બાંદ્રાનો રહેવાસી છે. તેનું નામ મોહિઉદ્દીન છે. તે કોલેજનો વિદ્યાર્થી છે.
આ પણ વાંચો: 'હીરોઈન'થી લઈને 'ધ ડર્ટી પિક્ચર' આ ફિલ્મોમાં જોવા મળી ગ્લેમરસ ઈન્ડસ્ટ્રીની સચ્ચાઈ
પોલીસે ગુનો દાખલ કર્યો
પોલીસ અધિકારીએ કહ્યું કે, તેની સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કલમ 125 એટલે કે, અન્યની સલામતીને જોખમમાં મૂકવી અને ભારતીય ફોજદારી સંહિતાની કલમ 281-ઝડપી અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.