સલમાનની ફિલ્મ 'લવરાત્રી'થી હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચતી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત

By : hiren joshi 05:31 PM, 14 September 2018 | Updated : 05:31 PM, 14 September 2018
અમદાવાદઃ નવરાત્રીના સમયે રોમેન્ટિક ફિલ્મ 'લવરાત્રી'ને રિલીઝ કરવા પર સંકટો સામે આવી રહ્યા છે. સલમાન ખાનની ફિલ્મ લવરાત્રી પર પ્રતિબંધ લાગવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સલમાનની ફિલ્મ લવરાત્રીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.

હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડતી હોવાની અરજદારની રજૂઆત કરવામાં આવી છે. જેની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. ધાર્મિક લાગણી દુભાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

બીજી બાજુ બિહારમાં મુઝફ્ફરપુરની કોર્ટે ફિલ્મના એક્ટર સલમાન ખાન વિરૂદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ કર્યો છે. લવરાત્રીના એક્ટર વિરૂદ્ધ અરજી દાખલ કરાઇ છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મથી ધાર્મિક લાગણી દુભાઇ છે જેનાથી સાંપ્રદાયિક સંબંધો બગડી શકે છે.

સલમાન ખાન વિરૂદ્ધ આ આદેશ મુઝફ્ફપુર પૂર્વના એસડીજીએમએ આપ્યો છે. ત્યાર બાદ મિઠનાપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો. આ કેસમાં સલમાન ખાન, ફિલ્મના લીડ હીરો આયુષ શર્મા, વરીના હુસૈન, અંશુમાન ઝા, રામ કપૂર સહિત 76 લોકો વિરૂદ્ધ નામ જોગ કેસ દાખલ કરવામાં આવ્યો છે.Recent Story

Popular Story