સૌથી વધુ કમાણી કરનાર ફોર્બ્સની ટોપ 100 સેલિબ્રિટીઝમાં સલમાન ટોપ પર

By : admin 02:03 PM, 05 December 2018 | Updated : 05:40 PM, 05 December 2018
મુંબઇઃ બોલીવુડ એક્ટર સલમાન ખાન હાલનાં સમયમાં ફિલ્મ 'ભારત'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે સલમાનને લઇને હાલમાં એક મોટા ન્યૂઝ સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર સલમાનની માત્ર ફિલ્મ જ બોક્સ ઓફિસ પર ધમાલ નથી મચાવતી પરંતુ હવે ઇન્ડસ્ટ્રીમાં પણ સૌથી વધુ કમાણી કરનાર એક્ટરોમાં તે ટોપ પર છે.

આ વાતનો ખુલાસો ફોર્બ્સ તરફથી જાહેર કરવામાં આવેલ 2018ની સૌથી અમીર ભારતીય સેલિબ્રિટીઝની લિસ્ટ જોઇને જ થઇ ગયો. સલમાને આ વર્ષે કુલ 253.25 કરોડની કમાણી કરી છે. આ સાથે જ સલમાન આ લિસ્ટમાં આ સ્થાને સતત 3 વર્ષથી પ્રભુત્વ જમાવી રહ્યો છે.


ત્યાં જ બીજી બાજુ આ યાદીમાં ક્રિકેટર વિરાટ કોહલી બીજા નંબર પર છે. તેઓની વાર્ષિક કમાણી 228 કરોડની નજીક છે. સાથે સાથે આ યાદીમાં ત્રીજા નંબર પર અક્ષય કુમાર છે. અક્ષયની વાર્ષિક કમાણી 185 કરોડ રૂપિયા છે.તેમજ ગયા વર્ષે એક પણ ફિલ્મ નહીં બનાવનાર શાહરૂખ ખાન હાલમાં 13માં નંબર પર છે. શાહરૂખની કમાણી લગભગ 56 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી રહેલ છે કે જે ગયા વર્ષી કમાણીની તુલનાએ 33 ટકા ઓછી છે.


આ ઉપરાંત જો હિરોઇનની વાત કરીએ તો આ યાદીમાં દીપિકા પાદુકોણ ટોપ પર છે. જો કે ઓવરઓલ લિસ્ટ જોઇએ તો દીપિકાની પૂરી કમાણી લગભગ 113 કરોડ છે. દીપિકા આ લિસ્ટમાં ચોથા સ્થાને છે.


બીજી બાજુ હોલિવુડ અને બોલીવુડમાં કામ કરી રહેલ પ્રિયંકા 49માં નંબરે છે. પ્રિયંકાની કમાણી 18 કરોડ દર્શાવવામાં આવી રહેલ છે. આ સિવાય આ લિસ્ટમાં આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય, સચિન તેંડુલકર જેવી અનેક દિગ્ગજ હસ્તીઓ શામેલ છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story