બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan increased the fee to host Bigg Boss 16

ના હોય! / Bigg Boss 16ને હોસ્ટ કરવા માટે સલમાન ખાને વધારી દીધી ફી, મેકર્સ પાસે કરી આટલા કરોડની ડિમાન્ડ

Arohi

Last Updated: 12:55 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનના શો બિગ બોસ 16ને લઈને આજકાલ વિવિધ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. દરમિયાન, સલમાન ખાનની ફીને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.

  • બિગ બોસ 16ને લઈને મોટી અપડેટ 
  • સલમાન ખાને શો હોસ્ટ કરવા વધારી ફી
  • મેકર્સ પાસે કરી આટલા કરોડની ડિમાન્ડ 

બિગ બોસ 16ને લઈને આજકાલ ખૂબ જ બઝ છે. ત્યાં જ હવે શોના હોસ્ટ સલમાન ખાન વિશે આવા સમાચાર આવી રહ્યા છે જે જાણીને તમે ચોંકી જશો. સલમાન ખાનની વાત કરીએ તો તે અત્યાર સુધી બિગ બોસના 12 સીઝનને હોસ્ટ કરી ચુક્યો છે. 

પરંતુ શું તમે જાણો છો કે આ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શોને હોસ્ટ કરવા માટે સલમાન ખાન કેટલો ચાર્જ લે છે? આમ તો બધાને એ વાતની જાણકારી છે કે સલમાન દર વખતે શોને હોસ્ટ કરવા માટે ફી વધારવા માટે ડિમાન્ડ કરે છે. જોકે કોરોના વખતે એક્ટરે પોતાની ફીમાં ઘણું કોમ્પ્રોમાઈઝ પણ કર્યું હતું. 

ત્રણ ઘણી ફી વધારવાની ડિમાન્ડ 
જો કે હવે જોવામાં આવે તો હાલત પહેલા કરતા સારી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સલમાન ખાન પણ હવે વધુ ફીની ડિમાન્ડ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને મેકર્સ પાસે માંગ કરી છે કે તેની ફી ત્રણ ગણી વધારવામાં આવે. 

એક રિપોર્ટ અનુસાર સલમાન ખાને નિર્માતાઓને ત્રણ ગણી ફી વધારવા માટે કહ્યું છે, કારણ કે ભાઈજાનનું કહેવું છે કે તેણે બિગ બોસની છેલ્લી ઘણી સીઝનથી ફીમાં વધારો કર્યો નથી. પરંતુ આ વખતે તે પોતાની ફીમાં કોઇપણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર નથી.

ફી નહીં વધે તો હોસ્ટિંગ નહીં કરે ભાઈજાન 
રિપોર્ટ્સ અનુસાર અભિનેતાએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો ફી નહીં વધે તો તે શો હોસ્ટ નહીં કરે. જો કે આ વાતોમાં કેટલું સત્ય છે તેના વિશે ન તો મેકર્સે હજુ સુધી વાત કરી છે અને ન તો સલમાન ખાને સત્તાવાર રીતે કંઈ કહ્યું છે. 

બીજી તરફ જો આ રિપોર્ટ સાચો છે તો 16મી સીઝન માટે મેકર્સ સલમાન ખાનને લગભગ 1050 કરોડ રૂપિયા ફી તરીકે આપશે. તમને જણાવી દઈએ કે બિગ બોસ 15 દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન 350 કરોડ ચાર્જ કરી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bigg Boss 16 Fee Salman khan ફી વધારો બિગ બોસ 16 સલમાન ખાન Salman Khan Bigg Boss 16
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ