salman khan gets emotional recalling his struggle days
ના હોય! /
VIDEO: પૈસા ન હતા ત્યારે આ લોકો દેવદૂત બન્યા, સંઘર્ષનાં દિવસો યાદ કરીને જાહેરમાં રડી પડ્યા સલમાન
Team VTV04:55 PM, 06 Jun 22
| Updated: 04:58 PM, 06 Jun 22
સલમાન ખાન હાલમાં જ એક ઈવેન્ટમાં પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરીને રડી પડ્યો અને કહ્યું કે 'મેને પ્યાર કિયા' બાદ તે મહિનાઓ સુધી ખાલી બેઠો હતો. તેના પિતાએ એક પ્રોડ્યુસરને 2 હજાર રૂપિયા આપીને ખોટ્ટી અનાઉન્સમેન્ટ કરાવી હતી.
સલમાન ખાને કહી સ્ટ્રગલની વાત
'મેને પ્યાર કિયા' બાદ નહતુ મળતુ કામ
ફિલ્મી પરિવાર છતાં ડેબ્યૂ સરળ ન હતુ
ઘણા લોકોને લાગે છે કે સલમાન ખાન આસાનીથી એક્ટર બની ગયો. પિતા સલીમ ખાન જાણીતા લેખક હોવાને કારણે તેમને કોઈ પણ પ્રકારનો સંઘર્ષ નથી કરવો પડ્યો. પણ એવું નથી. ફિલ્મી પરિવારમાંથી હોવા છતાં પણ સલમાનનું ડેબ્યૂ સરળ નહોતું.
સલમાન ખાને તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન આ વિશે જણાવ્યું હતું. સલમાન ખાને કહ્યું કે 'મૈને પ્યાર કિયા' પછી તે મહિનાઓ સુધી બેરોજગાર હતો. આ વાત કહેતા સલમાન રડી પડ્યો હતો.
'બીવી હો તો એસી'માં સાઈડ રોલ, 'મેને પ્યાર કિયા'થી હિટ ડેબ્યૂ
સલમાન ખાનની પહેલી ફિલ્મ 1998માં આવી હતી, જેનું નામ હતું 'બીવી હો તો ઐસી'. આ ફિલ્મમાં રેખા અને ફારૂક શેખ લીડ રોલમાં હતા જ્યારે સલમાન સાઈડ રોલમાં હતો. આ ફિલ્મના એક વર્ષ પછી એટલે કે 1989માં સલમાને હીરો તરીકે ડેબ્યૂ કર્યું.
આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી અને સલમાનને રાતોરાત સ્ટાર બનાવી દીધો. 'મૈને પ્યાર કિયા'માં ભાગ્યશ્રી સલમાનની સાથે હતી. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જોકે, સુપરહિટ ડેબ્યૂ પછી પણ સલમાન ખાનને થોડા મહિનાઓ સુધી ખાલી બેસી રહેવું પડ્યું હતું. તાજેતરમાં જ એક ઈવેન્ટમાં સલમાને આનું કારણ જણાવ્યું અને રડી પડ્યો.
'ભાગ્યશ્રીએ બધો ક્રેડિટ લઈ ગઈ, પપ્પાએ ખોટી અનાઉન્સમેન્ટ માટે'
સલમાન ખાને કહ્યું, "મૈંને પ્યાર કિયાની રિલીઝ પછી, ભાગ્યશ્રીએ નક્કી કર્યું કે તે હવે કામ નહીં કરે કારણ કે તે લગ્ન કરવા માંગતી હતી. અને તે ક્રેડિટ લઈને નીકળી ગઈ. 6 મહિના સુધી મારી પાસે કોઈ ફિલ્મ નહોતી, કોઈ કામ નહોતું.
પછી મારા જીવનમાં 'દેવ સમાન માણસ' રમેશ તૌરાની આવ્યો. મારા પિતાએ તે સમયે 2 હજાર રૂપિયા આપ્યા અને નિર્માતા જીપી સિપ્પીને એક ફિલ્મ મેગેઝિનમાં ખોટી જાહેરાત કરવા કહ્યું કે તેણે મને ફિલ્મ માટે સાઈન કર્યો છે.
5 લાખમાં મળી 'પથ્થર કે ફૂલ'
સલમાને આગળ કહ્યું, 'જીપીએ એવું જ કર્યું પરંતુ સાથે કોઈ પિક્ચર ન હતી. પરંતુ રમેશ તૌરાનીએ જીપી સિપ્પીની ઓફિસમાં જઈને ફિલ્મના સંગીત માટે 5 લાખ રૂપિયા આપ્યા હતા. એ 5 લાખ રૂપિયાના કારણે મને પાછળથી 'પથ્થર કે ફૂલ' ફિલ્મ મળી. આભાર.'
સુનીલ શેટ્ટીએ શર્ટ અને પાકીટ ભેટમાં આપ્યું હતું, સલમાન ખાન પાસે ન હતા પૈસા
આ દરમિયાન બોલતા બોલતા સલમાન ભાવુક થઈ ગયો અને કહ્યું કે એક સમય હતો જ્યારે તેની પાસે પૈસા પણ નહોતા. તે સમયે સલમાન એક દુકાનમાં હતો. તે શર્ટ અને પાકીટ ખરીદવા માંગતો હતો, પરંતુ પૈસાના અભાવે તે ખરીદી શક્યો નહીં.
ત્યારબાદ સુનીલ શેટ્ટીએ તેને તે જ શર્ટ અને વોલેટ ખરીદીને ગિફ્ટ કર્યું. આ દરમિયાન સલમાન ખાન બોની કપૂરનો પણ આભાર માનવાનું ભૂલ્યો ન હતો. સલમાને કહ્યું કે જ્યારે તેનો સમય પૂરો થઈ રહ્યો હતો ત્યારે બોની કપૂરે તેને 'વોન્ટેડ' જેવી ફિલ્મ આપીને મદદ કરી હતી.
આ ફિલ્મોમાં સલમાન જોવા મળશે
સલમાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 34 વર્ષ થઈ ગયા છે. ત્રણ દાયકાથી વધુના ગાળામાં સલમાને ઘણી હિટ ફિલ્મો આપી છે કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે અને એવોર્ડ જીત્યા છે. હવે તે 'ટાઈગર 3', 'પઠાણ', 'કભી ઈદ કભી દિવાળી' અને 'ગોડફાધર'માં જોવા મળશે.