બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાન સહિત પરિવારને પણ ખતમ કરવા માંગે છે લોરેન્સ ગેંગ, ભાઈ અરબાઝના ખુલાસાથી હડકંપ
Last Updated: 06:36 PM, 4 August 2024
થોડા સમય પહેલા બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. ત્યારબાદ સલમાન ખાન ફાયરિંગ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ તેમના ઘરની બહાર સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. હવે આ મામલે અરબાઝ ખાનનું નિવેદન સામે આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાન વિરુદ્ધ એક મોટું કાવતરું ઘડી રહી છે. ગયા ઓગસ્ટ મહિનામાં તેનો પર્દાફાશ થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 14 એપ્રિલ 2024ના રોજ વહેલી સવારે ગોળીબાર થયો હતો. હવે આ મામલે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને તેમનું નિવેદન નોંધ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલા અરબાઝ ખાનના નિવેદનમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. અરબાઝ ખાને જણાવ્યું છે કે 14 એપ્રિલે લોરેન્સ વિશ્નોઈના શૂટરોએ તેના માતા-પિતાના ફ્લેટ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જ્યારે ફાયરિંગ થયું ત્યારે તેના માતા-પિતા અને ભાઈ સલમાન ખાન ઘરમાં હાજર હતા. મારવાના ઈરાદે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેને મીડિયા દ્વારા ફાયરિંગની ઘટનાની જાણ થઈ, કારણ કે તે મુંબઈની બહાર હતો.
વધુ વાંચો : જ્હાન્વીની ફિલ્મ 'ઉલજ' ગઈ તો અજયની ફિલ્મનો પણ 'દમ' નીકળ્યો, બીજા દિવસનું કલેક્શન ખરાબ
હવે આ મામલામાં અરબાઝ ખાને પોતાનું નિવેદન નોંધ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે અગાઉ બે અજાણ્યા લોકોએ ખોટું નામ આપીને તેના પનવેલ ફાર્મ હાઉસમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાને પણ પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તેને અને તેના પરિવારને મારી નાખવા માટે સતત નિશાન બનાવી રહી છે. આ પહેલા પણ લોરેન્સ અને તેની ગેંગના સભ્યો તેને અને તેના પરિવારને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા સમયાંતરે ધમકીઓ આપતા રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.