બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'કહાં જા રહે હો..' Old Moneyમાં સલમાન ખાનનો મારધાડ અવતાર, વીડિયો સોંગે મચાવી ધમાલ
Last Updated: 06:47 PM, 9 August 2024
લોકપ્રિય પંજાબી સિંગર એપી ધિલ્લોનનો નવો મ્યુઝિક વીડિયો 'ઓલ્ડ મની' રિલીઝ થઈ ગયો છે. ખાસ વાત એ છે કે સલમાન ખાન અને સંજય દત્ત પણ તેનો એક ભાગ છે. વીડિયો સોંગમાં સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. એપી ધિલ્લોનનું ગીત 'ઓલ્ડ મની' રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર લોકપ્રિય થઈ ગયું છે. લોકો તેના પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયો ગીત ‘ઓલ્ડ મની’માં બે જૂથો વચ્ચેના બદલાની કહાની બતાવવામાં આવી છે. એક વ્યક્તિ એપી ધિલ્લોનને કહે છે, 'તેઓ મળી આવ્યા છે અને સમાચારની પુષ્ટિ થઈ છે'. આ પછી, સામલાન ખાન એપીને પૂછે છે, 'ક્યાં જાઓ છો?' એપી કહે છે, 'ભાઈ, અડધા કલાકમાં આવો.' આ પછી, એપી ધિલ્લોન એક્શન લે છે, પરંતુ ગુંડાઓ તેને પકડી લે છે.
સલમાન ખાને એપી ધિલ્લોનનો જીવ બચાવ્યો હતો
આ દરમિયાન એપી ધિલ્લોનને બચાવવા સલમાન ખાને આવવું પડશે. તે એકલા બધા ગુંડાઓનો સામનો કરે છે અને તેની બંદૂકથી તેમના પર ગોળીબાર કરવાનું શરૂ કરે છે. બધા ગુંડાઓને માર્યા પછી, સલમાન ખાન એપી ધિલ્લોનનો જીવ બચાવે છે. વિડીયો સોંગ ‘ઓલ્ડ મની’નું નિર્દેશન એપી ધિલ્લોન અને શૌના ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે. ગીતના અંતે સંજય દત્ત પ્રવેશે છે.
વધું વાંચોઃ શાહી ઇદગાહ-કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર પ્રતિબંધ લાગુ રહેશે, હવે આ તારીખે થશે આગામી સુનાવણી
સંજય દત્ત-સલમાનનો આભાર માન્યો
એપી ઢીલ્લોએ જણાવ્યુ હતુ કે ઓલ્ડ મની દ્વારા મને કંઇક અલગ જ અનુભવ થયો છે. હું એક એવો કોન્સેપ્ટ લઇને આવી રહ્યો છું, જે મારી ગમતી તમામ એક્શન ફિલ્મોથી પ્રભાવીત હશે. જેઓને જોઇને હું મોટો થયો છું. મારા પર ભરોશો કરવા માટે ભાઇ અને બાબાનો આભાર. ઉમ્મીદ છે કે આ ગીત તમને પણ એટલું જ ગમશે, જેટલું મને ગમ્યુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.