Saturday, August 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મદદ / સલમાન ભાઇજાનની 'દરિયાદિલી', કૉ-સ્ટારને આવ્યો એટેક તો ઉઠાવ્યો સારવારનો ખર્ચો

સલમાન ભાઇજાનની 'દરિયાદિલી', કૉ-સ્ટારને આવ્યો એટેક તો ઉઠાવ્યો સારવારનો ખર્ચો

બોલિવુડના બજરંગી ભાઇજાન એટલે કે સલમાન ખાનની દરિયાદિલીથી તમામ લોકો વાકેફ તો હશે જ. સલમાન ક્યારેય પણ લોકોની મદદ કરવામાં પીછેહઠ નથી કરતો. તાજેતરમાં જ આવું એક ઉદાહરણ જોવા મળ્યુ. 

વાસ્તવમાં સલમાન ખાન સાથે 'દબંગ' ફિલ્મમાં કામ કરતા જૂનિયર આર્ટિસ્ટે સલમાન ખાનનો આભાર માન્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

On the sets of Dabangg3...

A post shared by Dadhi Pandey (@pandeydadhi) on

 

 જૂનિયર આર્ટિસ્ટ દ્દદી પાંડેને હાર્ટ એટેક આવ્યો હતો, જેની સારવારનો ખર્ચ સલમાન પોતે ઉઠાવતો હતો. દદ્દી પાંડેએ સલમાન સાથે 'દબંગ' માં કામ કર્યુ હતુ. દ્દદી પાંડેએ જણાવ્યુ કે, ''બિમારી પછી તેમણે મળ્યો નથી, પરંતુ જરૂરથી કહીશ કે તેઓ એક સારા વ્યકિત છે. જરૂર પડવા પર તમામની મદદ કરે છે.''

લગભગ 2 મહિના પહેલા દદ્દી પાંડેને તેમના ઘરે જ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારપછી દ્દદી પાંડેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા કે જ્યાં તેઓ કેટલાક દિવસ ICUમાં રહ્યા હતા. હોસ્પિટલનો તમામ ખર્ચો સલમાન ખાને ઉઠાવ્યો છે. જોકે, એ વાત સામે નથી આવી કે સારવાર માટે સલમાને કેટલી રકમ ખર્ચી છે.

'દબંગ 3' ના શૂટિંગમા વ્યસ્ત છે સલમાન ખાન:

ઉલ્લેખનીય છે કે, સલામાન હાલમાં અપકમિંગ ફિલ્મ 'દબંગ 3' ની શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રભુ દેવાના ડિેરેક્શનમાં બની રહેલા આ ફિલ્મને અરબાઝ ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. તાજેતરમાં અરબાઝ ખાને જણાવ્યુ કે, ''ફિલ્મનું 60% શૂટિંગ થઇ ચૂક્યુ છે. આશા છે કે સપ્ટેમ્બરના અંત સુધી પૂરુ થઇ જશે.'' 20 ડિસેમ્બરના રિલીઝ થનારી આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય સોનાક્ષી સિન્હા, મહેજ માંજરેકરની દિકરી સાઇ, વિનોદ ખન્નાના ભાઇ પ્રમોદ ખન્ના અને સાઉથ એક્ટર સુદીપ લીડ રોલમાં જોવા મળશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ