બ્રેકિંગ ન્યુઝ
VTV / Salary one and a half lakh rupees per month Government company released bumper recruitment, know how to apply
Last Updated: 03:37 PM, 9 October 2022
ADVERTISEMENT
દેશમાં હાલ એવો સમય છે જ્યારે મોટી સંખ્યામાં યુવાવર્ગ સારી નોકરીની શોધ કરી રહ્યા છે અને ઘણા લોકોએ સારું શિક્ષણ મેળવ્યા પછી પણ તેને સારી નોકરી નથી મળી રહી. એવામાં યુવાનો માટે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) લિમિટેડ એ નોકરીની સારી તક બહાર પાડી છે.
ADVERTISEMENT
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC એ એકઝયુકિટિવ ઇંજિનિયર, કેમિસ્ટ જેવી ઘણી જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે અને આ ભરતીના માધ્યમે કુલ 871 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. GATE માં સફળ થયેલ ઉમેદવારો જે નોકરી શોધી રહ્યા છે તે લોકો ઓફિશિયલ વેબસાઇટ recruitment.ongc.co.in પર જઈને અપ્લાઈ કરી શકે છે. ઉમેદવારોએ ખાસ નોંધ લેવી જોઈએ કે અપ્લાઈ કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે. ONGCમાં આ નોકરીઓ માટેની અરજી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને જો નોકરી માટે ઓનલાઈન અરજી કરવા માટે માત્ર 12 ઓક્ટોબર 2022 સુધીનો સમય છે.
- ઉંમર સીમા - આ જગ્યાઓ માટે 40 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો જ અરજી કરી શકે છે.
- શૈક્ષણિક લાયકાત - ઉમેદવારો પાસે સિવિલ કે મિકેનિકલમાં BE, BTech, ME, MTech, MSc ડિગ્રી હોવી આવશ્યક છે અને દરેક પોસ્ટ માટે અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. અરજી કરતા પહેલા આપેલ લિંક પર ક્લિક કરીને નોટોફિકેશન વાંચી લેવી જોઈએ.
- સેલેરી - ઉમેદવારોને 60,000 થી 1,80,000 સુધીનો પગાર આપવામાં આવશે.
-એપ્લિકેશન ફી - જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 300 રૂપિયા ચૂકવવા પડશે પણ SC, ST કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.