બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Salangpur Temple Controversy: Statement of Harshad Gadhvi who vandalized the temple
Malay
Last Updated: 12:16 PM, 5 September 2023
ADVERTISEMENT
Salangpur Temple Controversy News: સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમા 'કિંગ ઓફ સાળંગપુર' નીચે કણપીઠમાં કંડારવામાં આવેલા ભીંતચિત્રોને હટાવી લેવામાં આવ્યા છે. તો બીજી બાજુ ભીંતચિત્રો પર તોડફોડ કરીને કાળો કલર લગાવનાર ચારણકી ગામના હનુમાન ભક્ત હર્ષદ ગઢવીને જેલમુક્ત કરાયા છે. તેઓએ VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, 'ચિત્રો હટાવવાથી વિવાદ પૂરો નહીં થાય, ગ્રંથોમાં સેવકને ભગવાન બનાવી દેવાયા છે, આ ચલાવી ન લેવાય'
ADVERTISEMENT
સાધુ-સંતોને હાથ જોડતા જોઈ મને દુઃખ થયુંઃ હર્ષદ ગઢવી
હર્ષદ ગઢવીએ કહ્યું કે, તમે જાણો જ છો કે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણીવાર આ સંતોને સમજાવવામાં આવ્યા અને ઈન્દ્રભારતી બાપુને તો મેં હાથ જોડીને વિનંતી કરતા જોયા. જેના કારણે મને ઘણું દુઃખ થયું કે આપડા સંતો હાથ જોડી રહ્યા છે છતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માનતા નથી. અમારા કુવાડવાના મહંત મામગુરુ સમજાવી રહ્યા છે, છતાં માનતા નથી. તેથી મારી પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. તો જ આ લોકો સમજી શકેત.
'સર્વોપરી શબ્દ તો હટાવવો જ પડે'
તેઓએ જણાવ્યું કે, ભીંતચિત્રોને હટાવવાથી વિવાદ પૂરો નહીં થાય, મેં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ્યું છે, સંતો પાસેથી સાંભળ્યું છે જો ગ્રંથોમાં એ પ્રમાણે હોય તો તે કાઢવું જરૂરી છે. મેં જાણ્યું છે કે સ્વમિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં સેવકને સર્વોપરી બનાવી દેવાયા છે. સેવકને સર્વોપરી ન બનાવી શકાય. સર્વોપરી શબ્દ ન નીકળે ત્યાં સુધી સનાતન ધર્મનું અપમાન કહેવાય એવું મારું માનવું છે.
હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથીઃ હર્ષદ ગઢવી
ગઈકાલે જેલમુક્ત થયા બાદ હર્ષદ ગઢવીએ કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય નહી, તેમની પ્રવૃત્તિનો વિરોધી છું. સનાતન ધર્મના સંતોની રજૂઆત બાદ પણ ચિત્રો ન હટાવાયા. હનુમાનજીનું અપમાન જોય બાદ ગુસ્સો આવતા આ કામ કર્યુ છે, સનાતન ધર્મના સાધુ સંતોને મળીને આગળનું પગલુ ભરીશ. ભીંતચિત્ર નહી હટાવાય તો ઉપવાસ આંદોલન કરીશ.
શું છે સમગ્ર મામલો?
આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો પર ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના શખ્સે કાળો કલર કર્યો હતો અને તોડફોડ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા હર્ષદ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરે ભીંતચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય સામે સેથળી ગામના અને મંદિરના સિક્યોરિટી ગાર્ડ ભૂપત સાદુળભાઈ ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓને ગઈકાલે જામીન પર મુક્ત કરાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.