બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SALANGPUR TEMPLE CONTROVERSY SP Swamy's reaction to Sanatana Dharma convention

સાળંગપુર વિવાદ / '...વાણી વિલાસ કરાયો તેને હું વખોડું છું', એસ.પી સ્વામીની પ્રતિક્રિયા, સનાતન ધર્મના સંતોને પણ કરી અપીલ

Dinesh

Last Updated: 07:53 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salangpur Temple Controversy : એસ પી સ્વામીએ જણાવ્યું કે, નાથ સંપ્રદાય માટે જે વાણી વિલાસ કરાયો તેને હું વખોડું છું. સનાતન હિન્દુ ધર્મના કોઇપણ સાધુસંતોને અમારા તરફથી તેમની લાગણીઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખીશું

  • સનાતન ધર્મના સંમેલનને લઇને એસ.પી.સ્વામીની પ્રતિક્રિયા
  • "નાથ સંપ્રદાય માટેના વાણીવિલાસને હું વખોડું છું"
  • "સંતોને અમારા તરફથી લાગણીઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખીશું"


Salangpur Temple Controversy : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા વિવાદીત મુદ્દાનો ગઈકાલે ઉકેલ આવી ગયો છે. સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ધર્મ સંમેલન યોજાયો હતો. જે સનાતન ધર્મના સંમેલનને લઇને એસ.પી સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે.

 

એસ પી સ્વામીની પ્રતિક્રિયા
એસ પી સ્વામીએ જણાવ્યું કે, નાથ સંપ્રદાય માટે જે વાણી વિલાસ કરાયો તેને હું વખોડું છું. સનાતન હિન્દુ ધર્મના કોઇપણ સાધુસંતોને અમારા તરફથી તેમની લાગણીઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખીશું. સનાતન હિન્દુ ધર્મ દ્વારા સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયની લાગણી ન દુભાય તે ધ્યાન રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, હનુમાનજી મંદિરના વિવાદિત ભીંતચિત્ર મામલા સહિતના તમામ પ્રશ્નોનું નિવારણ આવે તેવી પ્રાર્થના પણ કરી છે

કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ
અત્રે જણાવી દઈએ કે, આજે ધર્મ સંમેલનનું આયોજન કરાયું હતું. રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દાઓ અંગે ઠરાવ થયા છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયને કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ કરાયો છે. આજના ધર્મ સંમેલનમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કાયદાકીય લડત આપવાની રણનીતિ બનાવી છે. રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દા અંગે ઠરાવ થયા છે. સાથે જ સ્વામિનારાયણના સંપ્રદાયના પુસ્તકો નદીમાં પધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સનાતન ધર્મની આગામી બેઠક હવે જૂનાગઢમાં મળશે. જૂનાગઢમાં મળનારી બેઠકમાં કમિટીનું ગઠન થશે. કમિટીની રચના બાદ હાઈકોર્ટમાં પિટિશન કરાશે, સનાતન ધર્મના સાધુઓ કોર્ટના દ્વાર ખખડાવવા તૈયાર થયા છે. કોર્ટમાં 187 જેટલા પૂરાવા રજૂ કરવામાં આવશે. 

જ્યોતિર્નાથ મહારાજએ શું કહ્યું ?
ધર્મ સંમેલનમાં જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, ગઈકાલે જે સમાધાન થયું છે, એ સમાધાન કરનારા લોકો તો આ લડતમાં જ નહોતા, તો સમાધાન કેવી રીતે થયું? એક તખતી હટાવવાથી સમાધાન થતું નથી. તેમણે કહ્યું કે, માત્ર ભીંતચિત્રો નહીં, એમના મગજના ચિત્રો હટાવવાની જરૂર છે. આમણે તો ખાલી ભીંતચિત્રો જ હટાવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા મંદિરોમાં અડેધડ લખાણો છાપેલા છે, મૂર્તિઓ બનાવેલી છે. જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, સમાજમાં વ્યાપારીકરણ અપનાવતા આ સંપ્રદાયને સબક શિખવાડવાનો સમય આવી ગયો છે. અમારી પરંપરાને અસર કરનારાને અમે માફ કરતા નથી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લડાઈ ચાલું જ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

KING OF SARANGPUR Salangpur Temple Controversy sarangpur hanuman temple એસ પી સ્વામીની પ્રતિક્રિયા સાળંગપુર મંદિર વિવાદ Salangpur Temple Controversy News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ