બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદમાં બિરાજમાન વિરાટેશ્વર મહાદેવનું સ્વયંભુ સાત ફુટ ઉંચુ શિવલિંગ, જાણો મંદિરનો ભવ્ય ઈતિહાસ
Last Updated: 06:30 AM, 19 June 2024
બોટાદ શહેરમાં સાળંગપુર રોડ પર આવેલ હરણકુઈ વિસ્તારમાં સ્વયંભુ ૭ ફુટ ઉંચુ શિવલિંગ પ્રગટ થયુ હતુ, જેથી કહેવાયા વિરાટેશ્વર મહાદેવ.. વિરાટેશ્વર મહાદેવની સ્થાપના કોણે કરી? કેટલા વર્ષ પહેલા કેવી રીતે સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયુ? બોટાદ શહેરના સાળંગપુર રોડ પર હરણકુઈ વિસ્તારમાં ઐતિહાસિક વિરાટેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. શહેરીજનો મોટી સંખ્યામાં મહાદેવના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે. વિરાટેશ્વર મહાદેવ મંદિર દ્વારા ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણીઓ કરવામા આવે છે. શ્રાવણ માસ અને મહા શિવરાત્રીના દિવસે યજ્ઞ, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. વિરાટેશ્વર મહાદેવ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે. ભગવાન શિવ પોતે વિરાટ શિવલિંગ રૂપે પ્રગટ થયા છે જેથી મંદિરનું નામ વિરાટેશ્વર મહાદેવ રાખવામાં આવ્યુ છે.
ADVERTISEMENT
પ્રેમશંકરભાઈને ભોળાનાથ સ્વપ્નમાં આવ્યા
ADVERTISEMENT
સંત અને શુરાની ભુમી એવા બોટાદ શહેરમાં આજથી 64 વર્ષ પહેલા શહેરમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા પરમ શિવ ઉપાસક સ્વ. પ્રેમશંકર દેવકૃષ્ણભાઈ દવેને ભગવાન ભોળાનાથે સ્વપ્નમાં આવી પોતે પથ્થરના ખાણ વિસ્તારમાં છે અને ખોદકામ કરીને બહાર કાઢવા કહ્યુ હતુ. જ્યારે પ્રેમશકરભાઈએ નગરજનોને અને તેના નજીકના મિત્રોને પોતાને આવેલા સપનાની વાત કરી અને પ્રેમશકરભાઈને સાથે લઈને બોટાદના સાળંગપુર રોડની બાજુમાં જે પથ્થરોની ખાણો હતી ત્યાં ખોદકામ કર્યુ તો પ્રેમશકરભાઈને જે આવેલુ તે સપનું સાચું પડ્યું હતુ.
7 ફુટ ઉંચુ અને 14 ફુટ પહોળુ શિવલીંગ
સ્વપ્નમાં આવેલી જગ્યાએ ખોદકામ કરતા વિરાટ શિવલિંગ સ્વરૂપે દેવોના દેવ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા, શિવલિંગની ઉંચાઈ 7 ફુટ અને પહોળાઈ 14 ફુટ નો ઘેરાવો હતો. વિરાટ સ્વરૂપ જોતા ત્યાં સાફ સફાઈ કરીને વિરાટેશ્વર ભગવાનની સ્થાપના કરી પ્રેમશકરભાઈએ સેવા પુજા કરવાનુ શરૂ કર્યું. જ્યોતિચાર્ય પ્રેમશકરભાઈ દવે અત્યંત ધાર્મિક સ્વભાવના અને પરમ શિવ ઉપાસક પણ હતા આમ પ્રેમશકરભાઈએ આશરે 10 વર્ષ સુધી ભોળાનાથની સેવા પૂજા કરી. કહેવાય છે ને કે નામ છે તેનો નાશ છે તેમ પ્રેમશકરભાઈ આખરે સ્વર્ગે સીધાવ્યા અને ભોળાનાથની સેવા પૂજા બંધ થઈ ગઈ. બોટાદ શહેરના બ્રાહ્મણ આગેવાનોને ભોળાનાથની પૂજા નથી થતી તેવી જાણ થતા સૌ એકત્રિત થયા અને ભોળાનાથની પૂજા શરૂ કરવાનું નક્કી કરી વિરાટેશ્વર મહાદેવ ટ્રસ્ટની સ્થાપના કરી, સેવકોનુ સંગઠન બનાવીને ટ્રસ્ટ અને સેવકોએ શિખરબંધ મંદિરનુ નિર્માણ કરી મંદિરની પ્રતિષ્ઠા કરી. સાચી શ્રદ્ધા જ ભાવિકોને હંમેશા આકર્ષિત કરે છે, બોટાદથી દૂર રહેતા ભક્તો જ્યારે પણ સમય મળે ત્યારે કોઈપણ અપેક્ષા વગર ભોળાના ચરણોમાં આવી શાંતિનો અનુભવ કરે છે
ભગવાન શિવ વિરાટ શિવલિંગ રૂપે પ્રગટ
મંદિરમાં શ્રાવણ માસની શરૂઆતમાજ બાર જ્યોતિલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે. મંદિર ની ચારે બાજુ ડુંગરા વચ્ચે અને લીલાછમ વાતાવરણ વચ્ચે દેવોના દેવ મહાદેવ બિરાજે જે ત્યારે કુદરતી વાતાવરણ વચ્ચે બિરાજતા વિરાટેશ્વર મહાદેવના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. બોટાદના સ્વયંભુ પ્રગટ થયેલા વિરાટેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં હજારો શિવ ભક્તો દર્શને ઉમટી પડે છે, છેલ્લા દસ વર્ષથી મંદિરના પટાગણમાં શ્રાવણ માસ દરમ્યાન શ્રી શિવ મહાપુરાણની કથા યોજાય છે. હાલ વિરાટેશ્વર મહાદેવ મંદિરના શિવ ભક્તો અને સેવક સમુદાયની અથાગ પરિશ્રમ અને મહેનતથી મંદિરના પટાગણમાં એક વિશાળ યજ્ઞ શાળા બનાવવામાં આવી છે અને આ મંદિરનો વિકાસની હરણ ફાળ ભરી રહ્યું છે.
વાંચવા જેવું: દરરોજ સવારે ઉઠીને કરો આ 5 મંત્રોનો જાપ, તમારા જીવનમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ
પરચાધારી વિરાટેશ્વર મહાદેવ
બોટાદ શહેરનાં સાળંગપુર રોડપર આવેલ કપલીધાર પાસે કુદરતનાં ખોળે ડુંગરોની વચ્ચે આવેલા સ્વયંભુ પ્રગટ વિરાટેશ્વર મહાદેવના મંદિરે દર્શને આવતા ભક્તો પણ આટલા મોટા શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહાદેવ સ્વયંભુ પ્રગટ થયા છે એટલે તે આપવા આવેલા છે ત્યારે ભક્તો પણ મહાદેવ પ્રત્યે પોતાની આસ્થા તેમજ પોતાના અનુભવો અને વિરાટેશ્વર મહાદેવના પરચા વર્ણવી વિરાટેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૂર્યગ્રહણ 2025 / માર્ચમાં આ દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.