Salaar Vs Dunki: સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સાલાર' અને શાહરૂખ ખાનની 'ડંકી' એક સાથે મોટાપડદા પર ક્રિસમસ પર રિલીઝ થશે.
ક્રિસમસ પર આમને સામને હશે શાહરૂખ-પ્રભાસ
ફિલ્મ ડંકી અને સાલાર એક સાથે થશે રિલીઝ
ક્રિસમસ પર બન્ને સુપરસ્ટારની ફિલ્મ થશે રિલીઝ
શાહરૂખ ખાન અને પ્રભાસ મોટાભાગે પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે અને એક વખત ફરીથી આ બન્ને સ્ટાર્સ પોતાની અપકમિંગ મોટા બજેટની ફિલ્મોના કારણે ચર્ચામાં છે. બોલિવુડના કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ જવાન હાલ થિએટર્સમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.
ત્યાં જ એક્ટર પોતાની અપકમિંગ ફિલ્મ ડંકી પણ વર્ષના અંત સુધીમાં લાવી રહ્યો છે. આ વચ્ચે ખબર આવી રહી છે કે સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાલાર પણ ક્રિસમસે રિલીઝ થશે અને થિએટર્સમાં ડંકીને ટક્કર આપશે.
શાહરૂખ સાથે થશે પ્રભાસની ટક્કર
શાહરૂખ ખાનના જવાનની ગ્રાન્ડ સક્સેસ બાદ ડંકી માટે કમર કસી લીધી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે મૂવી ક્રિસમસની આસપાસ રિલીઝ થશે. જોકે હજુ સુધી ફિલ્મની ઓફિશ્યલ રીલિઝ ડેટની જાહેરાત નથી થઈ. ત્યાં જ હવે ખબર સામે આવી છે કે પ્રભાસ સ્ટારર ફિલ્મ સાલારની પણ ક્રિસમસ પર જ રિલીઝની તૈયારી ચાલી રહી છે.
જણાવી દઈએ કે પ્રશાંત નીલ અને હોમ્બલે ફિલ્મ્સે અનાઉન્સ કરી છે કે પ્રભાસ સ્ટારર તેમની એક્શન-થ્રિલર, સાવાર નક્કી રિલીઝ ડેટ એટલે કે 28 સપ્ટેમ્બરે રિલીઝ નહીં થઈ શકે. આ વચ્ચે તરણ આદર્શે ફિલ્મને લઈને લેટેસ્ટ અપડેટ આપી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણે જણાવ્યું છે કે પ્રભાસની સાલાર 2023 ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની સીધી ટક્કર શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી મોટી ફિલ્મ ડંકી સાથે થશે.
બોક્સ ઓફિસ પર કિંગ ખાન અને પ્રભાસની થશે ટક્કર
રિપોર્ટ્સ અનુસાર સાલારના મેકર્સે આ ક્રિસમસ ફિલ્મને રિલીઝ કરવાની યોજના બનાવી છે. આ બીજી વખત છે જ્યારે હોમ્બલે ફિલ્મ્સ અને એસઆરકે બોક્સ ઓફિસ પર ટકરાશે. તેના પહેલા પણ વર્ષ 2018માં શાહરૂખ ખાનની ઝીરો અને યશની કેજીએફની ટક્કર થઈ ચુકી છે. જેનું નિર્માણ હોમ્બ્લે ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. કેજીએફ ખૂબ મોટી હિટ રહી. જોકે શાહરૂખ ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન ન હતી કરી શકી.