બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Sakshi Murder Case-Sahil, who brutally killed 16-year-old GF, confessed to the crime

સાક્ષી હત્યા કેસ અપડેટ / મને કોઈ પસ્તાવો નથી...: 16 વર્ષની GFની નિર્દયતાથી હત્યા કરનારા સાહિલે ગુનો કબૂલ્યો, કહ્યું ઈગનોર કરતી હતી એટલે ગુસ્સે હતો

Priyakant

Last Updated: 11:27 AM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sakshi Murder Case News: સાહિલે પોલીસ પૂછપરછમાં કહ્યું હતું કે, તેને તેના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી. તેણે જણાવ્યું કે, યુવતી ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી

  • દિલ્હી સાક્ષી હત્યા કેસના આરોપી સાહિલને લઈ મોટા સમાચાર
  • સાહિલે પોલીસ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ્યો
  • સાહિલે કહ્યું તેને તેના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી

દિલ્હી સાક્ષી હત્યા કેસના આરોપી સાહિલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સાહિલે પોલીસ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. સાહિલે પોલીસ પૂછપરછમાં કહ્યું હતું કે, તેને તેના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી. તેણે જણાવ્યું કે, યુવતી ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી. 

શું હતો સમગ્ર મામલો ? 
સોમવારે (29 મે) દિલ્હીની શાહબાદ ડેરીમાં 16 વર્ષની છોકરીની ચાકુ વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હત્યારો આટલેથી પણ ન અટક્યો અને એક પથ્થર ઉપાડીને બાળકીના માથામાં હુમલો કર્યો. હત્યાની આ ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. દિલ્હી પોલીસે ઘટનાના એ જ દિવસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સાહિલ તરીકે થઈ હતી. તે એસી અને ફ્રીજ રિપેરિંગનું કામ કરે છે. 

પોલીસ પૂછપરછમાં ગુનો કબુલ્યો 
મહત્વનું છે કે, ધરપકડ બાદ દિલ્હી પોલીસે આરોપીની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. સાહિલે પોલીસને જણાવ્યું કે, તે બંને રિલેશનશિપમાં હતા અને તેને કોઈ અફસોસ નથી. તેણે કહ્યું કે યુવતી ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી, જેના કારણે તે ઘટના સમયે ગુસ્સે હતો.

શું કહ્યું આરોપી સાહિલે ? 
નોંધનીય છે કે, પૂછપરછ દરમિયાન સાહિલે જણાવ્યું કે હત્યા બાદ તે રિઠાલા ગયો જ્યાં તેણે હત્યામાં વપરાયેલ છરી છુપાવી હતી. આ પછી સાહિલ બુલંદશહર ગયો. બુલંદશહેર પહોંચવા માટે તેણે બે વાર બસ બદલી. સાહિલ બચવામાં હોશિયાર હતો પણ પોલીસે તેને પકડી લીધો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલે હત્યા બાદ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, જે રીકવર કરવામાં આવ્યો છે.

સાક્ષીએ સાહિલનું સત્ય જાણી લીધું અને પછી...
આ તરફ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, પોલીસને સાહિલના ઈન્સ્ટાગ્રામ ચેટ પરથી જાણવા મળ્યું છે કે, તેની ઘણી યુવતીઓ સાથે મિત્રતા હતી. સાહિલ એક જ સમયે ઘણી છોકરીઓ સાથે સંબંધમાં હતો. પીડિતાને આ વાતની જાણ થઈ ગઈ હતી અને તેથી જ તે સાહિલથી અલગ થવા માંગતી હતી. આ પછી સાહિલે પીડિતાને મારી નાખવાનો પ્લાન બનાવ્યો.

શું હતી સમગ્ર ઘટના ? 
દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (ઉ.વ.20)ની ધરપકડ કરવામાં આવી છે. સાહિલે રવિવારે સાંજે શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની સાક્ષીની ઘાતકી હત્યા કરી હતી. સાહિલે સાક્ષીને 16 થી વધુ વાર છરીના ઘા માર્યા અને માથા પર 6 વખત પથ્થર વડે હુમલો કર્યો હતી. આ ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બંને રિલેશનશિપમાં હતા, પરંતુ શનિવારે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.

મિકેનિક તરીકે કામ કરતાં સાહિલની બુલંદશહેરથી ધરપકડ 
સાક્ષીની છરી વડે હત્યા કરનાર આરોપીની ઓળખ મોહમ્મદ સરફરાજના પુત્ર મોહમ્મદ સાહિલ તરીકે થઈ છે. તે શાહબાદ ડેરી વિસ્તારમાં જ રહે છે. વિગતો મુજબ  સાક્ષીએ ઘણા દિવસોથી તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. રવિવારની સવારે બી બ્લોકમાં આરોપીઓએ યુવતીની ચાકુ મારીને હત્યા કરી હતી. આરોપી મોહમ્મદ સાહિલ (20) શાહબાદ ડેરી વિસ્તારમાં રહે છે અને મિકેનિક તરીકે કામ કરે છે. સાક્ષીની હત્યા કર્યા બાદ સાહિલ બુલંદશહેરમાં તેની બુઆ(ફોઇ)ના ઘરે ગયો હતો. પોલીસને તેના મોબાઈલના લોકેશન પરથી ખબર પડી. ત્યાં ગયા પછી તેણે તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે તે બુઆ (ફોઇ) પાસે પહોંચી ગયો છે, ત્યારબાદ પોલીસે તેને પકડી લીધો. 

સાક્ષીએ વાત કરવાનું બંધ કર્યું અને પછી.... 
વિગતો મુજબ સાક્ષીએ ઘણા દિવસોથી તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. રવિવારે રાત્રે સાહિલ અચાનક યુવતી સાથે સામસામે આવી જતાં તેણે છરી કાઢીને તેણીને નિર્દયતાથી મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે સગીર તેની મિત્ર ભાવના સાથે જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા જઈ રહી હતી.

અચાનક આવ્યો સાહિલ અને ઉપરાછાપરી છરીના ઘા માર્યા 
કિશોરીની મિત્ર ભાવના જાહેર શૌચાલયમાં ન્હાવા ગઈ આ દરમિયાન સાક્ષી ભાવનાના ઘરની બહાર ઉભી હતી. ત્યારે જ સાહિલ આવ્યો અને સાક્ષી સાથે વાત કરવા લાગ્યો અને વાત કરતી વખતે તેણે પોતાના ખિસ્સામાંથી છરી કાઢી અને સાક્ષીના પેટ પર અનેક વાર કર્યા, જેના કારણે તેણીનું મોત થયું. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોસ્ટમોર્ટમમાં શું સામે આવ્યું ? 
સાક્ષીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ 16 વર્ષની સગીર છોકરીને 16 વખત છરીના ઘા મારવામાં આવ્યા હતા. આ સાથે સાક્ષી ઉપર પથ્થર વડે પણ હુમલો કરવામાં આવતા તેણી ખોપડી ફાટી ગઈ હતી. મહત્વનું છે કે, પોસ્ટ મોર્ટમ બાદ સાક્ષીનો મૃતદેહ ઘરે લઈ જવામાં આવ્યો ન હતો. પોલીસ તેને હોસ્પિટલથી સીધો સ્મશાન ભૂમિ પર લઈ આવી જ્યાં નાના ભાઈ બિશાબ અને પિતાએ સાક્ષીને અગ્નિદાહ આપ્યો હતી. પાડોશીઓએ પોલીસ પર આરોપ લગાવ્યો કે, પોલીસે ઉતાવળમાં અંતિમ સંસ્કાર કર્યા. પાડોશીઓનું કહેવું છે કે, પોલીસે સાક્ષીનો મૃતદેહ ઘરમાં લાવવા દીધો ન હતો. ઘરને બદલે તેને સીધો સ્મશાનભૂમિ લઈ જવામાં આવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ