ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને સીમિત ઑવર ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં પોતાના ફેમિલી-ફ્રેન્ડ્સની સાથે સમય વીતાવી રહ્યો છે. આમ તો સામાન્ય રીતે જ્યારે તે ફ્રી હોય ત્યારે માત્ર ફેમિલી સાથે જ નહી પરંતુ પોતાના પસંદગીના રમકડાં સાથે સમય વીતાવવાનું પસંદ કરે છે. જી હા 37 વર્ષીય ધોનીના રમકડાં નાના છોકરાના રમકડાં નહી પરંતુ ધોનીની બાઇક્સ છે જેને પત્ની સાક્ષી પહેલા પણ ઘણી વખત સોશ્યલ મીડિયા પર 'TOYS' લખીને ફેન્સને બતાવી ચૂકી છે.
સાક્ષી ધોનીએ લાંબા સમય પછી એક વખત ફરી ધોનીનો બાઇક માટેનો પ્રેમ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. સાક્ષીએ રાંચી સ્થિત ધોનીના ઘરના ગેરેજની એક ફોટો શૅર કરી છે જેમાં ધોની પોતાની બાઇક્સ રાખે છે. આ એક શાનદાર ગેરેજ છે જે બહારથી કોઇ ઘર જેવું જ લાગે છે. સાક્ષીએ આ ગેરેજની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ધોનીને ટેગ કરીને કેપ્શન લખ્યુ છે કે ''This boy really Loves his toys!''
ધોનીના બાઈક ગેરેજમાં મોંઘી મોંઘી બાઈક્સનું કલેક્શન છે. તેની પાસે 60 લાખ રૂપિયાની હેલકૈટ 70 લાખ રૂપિયાની કાવાસાકી નીન્ઝા એચ2આર આ ઉપરાંત હાર્લિ ડેવિડસન રાજદૂત 350 જેવી બાઈક્સ છે.