Sajjan Singh Vermas Controversial Statement About Girls Age
બફાટ /
15 વર્ષની ઉંમરે છોકરી બની શકે છે માતા, કોંગ્રેસી નેતાના નિવેદનથી છંછેડાયો વિવાદનો મધપૂડો
Team VTV07:25 PM, 13 Jan 21
| Updated: 07:33 PM, 13 Jan 21
પોતોના નિવેદનોથી સતત ચર્ચામં રહેતા પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ ફરી એકવાર વિવાદિત નિવેદનને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા છોકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષ કરતા વર્માએ કહ્યું હતું કે, છોકરીઓ 15 વર્ષની ઉંમરે પ્રજનને લાયક થઇ જતી હોય છે તો લગ્નની ઉંમર 21 વર્ષ કરવાની શું જરૂર છે. જો કે, તેમના આ નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.
કોંગ્રેસી નેતાના નિવેદન બાદ ગરમાયું રાજકારણ
છોકરીઓની ઉંમરને લઈને આપ્યું વિવાદિત નિવેદન
કહ્યું- 15 વર્ષની ઉંમરમાં છોકરી બાળકને આપી શકે છે જન્મ
સજ્જન સિંહ વર્માએ બુધવારે રાજધાની ભોપાલમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ડોક્ટર અનુસાર છોકરીઓમાં 15 વર્ષની ઉંમરે બાળકો કરવાની ક્ષમતા તૈયાર થઇ જાય છે. માટે તેના લગ્નની ઉંમરમાં કોઇ જ ફેરફાર કરવાની જરૂર નથી.
મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આપ્યું હતું નિવેદન
આપને જણાવી દઇએ કે, સોમવારે મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં છોકરીઓના લગ્નની વય અંગે ચર્ચા કરવાની જરૂર જણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેને 18 થી વધારીને 21 વર્ષ કરવામાં આવે. ચૌહાણે કહ્યું હતું કે ઘણી વખત મને લાગે છે કે સમાજમાં એવી ચર્ચા થવી જોઇએ કે પુત્રીઓના લગ્ન 18 વર્ષમાં થવું જોઈએ અથવા 21 વર્ષ વધારવું જોઈએ. હું આને ચર્ચાનો વિષય બનાવવા માંગું છું. રાજ્ય, દેશ વિચારો જેથી તેના પર નિર્ણય લઈ શકાય.