બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / દેવી-દેવતાઓના અપમાનને લઈ સંતોએ બાંયો ચઢાવી, રાજકોટના ત્રંબામાં સંત સંગોષ્ઠિ સંમેલનનું આયોજન
Last Updated: 11:45 AM, 12 June 2024
સનાતન ધર્મ બચાવવા માટે રાજકોટનાં ત્રંબામાં સંતોનો એકસૂર ઉઠવા પામ્યો છે. સાળંગપુરમાં થયેલા વિવાદ બાદ સંતોએ સનાતન ધર્મનાં વિરોધીઓ સામે બાંયો ચઢાવી હતી. સનાતન ધર્મનું અપમાન ન થાય તે માટે સંતો હવે મેદાને ઉતર્યા છે. રાજકોટનાં ત્રંબા ગામમાં સંત સંગોષ્ઠિ સંમેલન યોજાયું હતું. જેમાં દેશભરનાં સંતો આવ્યા હતા. સનાતન ધર્મને લઈ સંતોએ પોતાના મત રજૂ કર્યા હતા. સંતોએ પોતાનાં મત રજૂ કરતા જણાવ્યું હતું કે, શંકરાચાર્યએ જણાવ્યું હતું કે, ધર્મ સંસ્થાઓ અંદરો અંદર નહી, અધર્મીઓ સામે લડે છે. જ્યારે રમેશ ઓઝાએ જણાવ્યું હતું કે, વાણી સ્વાતંત્રયનો અર્થ એ નથી કે કોઈનું દિલ દુભાય. જ્યારે મોરારી બાપુએ તેમનો મત રજૂ કરતા કહ્યું હતું કે, સનાતન ધર્મનો નાશ કરી શકે તેવી કોઈની તાકાત નથી. જ્યારે સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે નહેરૂએ હિન્દુ કોડ બિલ પરત ન લીધું ત્યારે રામ રાજ્યની પરિષદની સ્થાપના કરી. આ બાબતે એસ.પી. સ્વામીએ કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવી-દેવતાઓનું અપમાનનું લખાયેલું નથી. તો મુક્તાનંદ બાપુએ આ બાબતે પોતાનો મત મુકતા જણાવ્યું હતું કે, આપણે આપણી પરંપરા ભૂલી ગયા છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ આદેશ કર્યો છે કે, યુક્તી પ્રયુક્તિએ પણ કોઈ દેવી દેવતાઓનું અપમાન થાય એવું કરવું નહી. જે શાસ્ત્રોની અંદર કોઈ દેવી દેવતાઓનું ખંડણાત્મક લખવામાં આવ્યું હોય. એવા શાસ્ત્રોને કદી સાંભળવા નહી. પણ પાયાની અમારી એ પણ વાત આપને કહેવા માંગુ છું. કે સ્વામી નારાયમ સંપ્રદાયની અંદર અનેક વિભાગો છે. અમે મૂળ સંપ્રદાય તરફથી બોલીએ છીએ. જે શિક્ષા પત્રિ ભગવાન સ્વામી નારાયણે 200 વર્ષ પૂર્વે લખી. જેમણે સ્વામી નારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. ભગવાન સ્વામી નારાયણે શિક્ષાપત્રીમાં જે બકવાસ કરે તેવી કોઈ બાબતો નથી લખી. જેથી અમે સનાતનનાં છ મુદ્દાઓ સ્વીકારેલા છે. અને લેખિતમાં સ્વીકારીએ છીએ.
આ બાબતે રમેશ ઓઝાએ જણાવ્યું હતું કે, હમણા જ મેં છાપામાં વાંચ્યું હતું કે પેલા છોકરાનું બ્રેઈન વોશ કર્યું. સાધુનું કામ બ્રેઈન વોશનું નથી. હાર્ટ વોશનું છે. તેને બ્રેઈન વોશ ન કરાય. એણે લોકોનાં હૈયા હોયને તેને ધોવાના હોય. એને નિર્મલ કરવાનાં હોય. સાધુ સંતોનું કામ દિલને સાફ કરવાનું છે મનને નિર્મળ કરવાનું છે. જે બાદ એને નક્કી કરવા દો. આપણે શું કામ એને બહેકાવવો જોઈએ.
આ બાબતે એસ.પી. સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામી નારાયણ સંપ્રદાયમાં અત્યારે પરિસ્થિતિ એ છે કે ભગવાન સ્વામી નારાયણે જે બંધારણ બાંધ્યું છે એ જુદુ છે અને અત્યારે સ્વામીનારાયણના નામ પર જુદૂ ચાલી રહ્યું છે. એનો વાંધો છે. એટલા માટે અમે ખુલ્લું કીધું છે કે સ્વામીનારાયણ મૂળ સંપ્રદાય છે. તેનાં શાસ્ત્રમાં કોઈ આવી વાત નથી. એનાં આચાર્યો આજદિન સુધી સનાતન ધર્મનાં સિદ્ધાંતો તૂટે તેવી એવી કોઈ બાબતની અંદર વાત કરી નથી. એટલે મૂળ સંપ્રદાય તરફથી આજે જાહેરમાં ખુલાસો કરવામાં આવ્યો છે. અને સનાતનનાં વિરોધની અંદર કોઈ પણ આવી પ્રવૃતિ કરે તેનાં પર એક્શન લેવામાં આવશે. જેની અંદર સ્વામિનારાયમ મૂળ સંપ્રદાય સનાતનનાં સંગઠનની સાથે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.