બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સૈફ અલી ખાન પર હુમલો કરનાર 'ઘરનો નીકળ્યો', નામ સામે આવ્યું! રાતે 2 વાગ્યે આવું બન્યું
Last Updated: 05:20 PM, 16 January 2025
સૈફ અલી ખાન પર મોડી રાત્રે ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલા એક વ્યક્તિએ હુમલો કર્યો હતો, જેમાં અભિનેતા ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ જઈ જવામાં આવ્યો હતો. જો કે તેમને લઈ જવા માટે કાર તૈયાર ન હતી, તેથી તેનો દીકરો તેને ઓટોમાં હોસ્પિટલ લઈ ગયો હતો. જો કે હવે આ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને નવી માહિતી સામે આવી રહી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ તાબડતોબ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે એક નવી વાત સામે આવી છે કે આ ઘટનામાં ઘરનો સ્ટાફ જ સામેલ હોય શકે છે. મુંબઈ પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોર સૈફના સ્ટાફનો પરિચિત હતો.
ADVERTISEMENT
VIDEO | Actor Kareena Kapoor Khan leaves from Mumbai's Lilavati Hospital where her husband actor Saif Ali Khan is admitted.
— Press Trust of India (@PTI_News) January 16, 2025
Bollywood actor Saif Ali Khan sustained multiple injuries after an intruder attacked him with a knife during an alleged burglary attempt at his residence… pic.twitter.com/CRZeB0QRpN
મળતી માહિતી મુજબ સૈફ અલી ખાન પર રાત્રે 2 વાગ્યાની આસપાસ હુમલો થયો હતો. જો હુમલો થયાના અડધા કલાકમાં તે હોસ્પિટલ પહોંચી ગયો. ડોક્ટરોએ નિવેદનમાં જણાવ્યું હતું કે સૈફનું ઓપરેશન સવારે લગભગ 5:30 વાગ્યે શરૂ થયું હતું. તેને અનેક ઘા હતા પણ કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. સૈફને 24 કલાક માટે ICUમાં નિરીક્ષણ માટે રાખવામાં આવશે. જ્યારે સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે ડ્રાઈવર ઘરે નહોતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો મોટો દીકરો ઇબ્રાહિમ લોહીથી લથપથ સૈફને ઓટોમાં લઈ ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.
ADVERTISEMENT
હાલમાં એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તેમના ઘરની બહાર એક ઓટો પાર્ક કરેલી જોવા મળે છે. ડોક્ટરોનું કહેવું છે કે સૈફ ખતરાની બહાર છે. તેમને દેખરેખ માટે 24 કલાક ICUમાં રહેવું પડશે. સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે હજુ સુધી પરિવાર તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કરીના ઘરની બહાર ચિંતાતુર રીતે ચાલતી જોવા મળી રહી છે. કરીનાની બાજુમાં એક ઓટો રિક્ષા પણ દેખાય છે.
વધુ વાંચો : પતિ સૈફની ખબર લેવા દોડતી પહોંચી કરીના કપૂર ખાન, આ સેલિબ્રિટીઓએ પણ પૂછ્યા ખબરઅંતર
એવા અહેવાલો છે કે ઘાયલ સૈફને આ ઓટોમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર મોડી રાત્રે ઘરે નહોતો. આવી સ્થિતિમાં, સૈફના મોટા દીકરા ઇબ્રાહિમે સમય બગાડ્યા વિના, ઓટો રિક્ષા બોલાવી અને સૈફને લીલાવતી હોસ્પિટલ લઈ ગયો હતો. હવે આ મામલે સૈફના ઘરકામ કરનારની સંડોવણી પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.