બોલિવુડની ડીવા કરિના કપૂર આજે એટલે કે 21 સપ્ટેમ્બરના પોતનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આમ તો બેબો મુંબઇમાં જ ફેમિલી સાથે બર્થ ડે સેલિબ્રેટ કરે છે પરંતુ આ વખતે પોતાનો 39મો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે પટૌડી પેલેસ પહોંચી હતી. પટૌડી પેલેસમાં કરિનાની સાથે આખો પરિવાર બર્થ ડે સેલિબ્રેટ કરતો જોવા મળ્યો હતો.
કરિના કપૂર અને સૈફ અલી ખાન અન્ય કપલ્સ માટે પ્રેરણાદય છે. આમ તો આ બંને વચ્ચે ખૂબ જ સમજણ અને પ્રેમ છે. પરંતુ સૈફની એક ટેવ છે જેનાથી કરિનાને ગુસ્સો આવે છે.
એક ચે શો દરમિયાન જ્યારે કરિનાને પૂછવામાં આવ્યુ કે, ''સૈફની કઇ વાત તેણે જરાય પસંદ નથી. ત્યારે કરિનાએ કહ્યુ કે, કોઇપણ બાબતે સૈફની પહેલી પ્રતિક્રિયા ના હોય છે. તેને કંઇપણ પૂછો તો ના જ પાડે છે અને તે મને પસંદ નથી.'' કરિનાએ આગળ કહ્યુ કે, '' જ્યારે હું સૈફને કહુ કે ઘરમાં ફરીથી સોફા બનાવીએ તો તેનો પહેલો જવાબ છે ના. પછી 3 કલાક પછી મને મેસેજ કરીને કહે છે, હા સોફા ફરીથી બનાવડાવી લઇએ. આવો મેસેજ આવે ત્યારે મારું રિએક્શન હોય છે કે પહેલા મેં જ્યારે કહ્યુ તો ના કેમ પાડી હતી.''
કરિનાએ વાતચીત દરમિયાન જણાવ્યુ કે, ''પટૌડી હાઉસમાં સાંજે તેનો પરિવાર શું કરે છે. કરિનાએ કહ્યુ કે, અમારો લિવિંગ રૂમ પુસ્તકો અને પેઇન્ટિંગ્સથી ભરેલો છે, કારણ કે સૈફને આવી સજાવટ પસંદ છે. અઠવાડિયામાં 3 દિવસ હું રસોઇ બનાવું છે. ડિનર વખતે અમે મીણબત્તી સળગાવીએ છીએ. ડાઇનિંગ ટેબલ પર સૈફને બધુ જ વ્યવસ્થિત જોઇએ છે. આ સમય અમારા માટે સાથે સૌથી સારો સમય હોય છે. આ દરમિયાન અમે એકબીજા સાથે વિવિધ વિષયો પર વાત કરીએ છીએ.''
વર્કફ્રન્ટની વાત કરીએ તો કરિના કપૂર અક્ષય કુમારની સાથે 'ગુડ ન્યૂઝ' રિલીઝ થવાની છે. આ ઉપરાંત કરિના કરણ જોહરની ફિલ્મ 'તખ્ત' તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, જાહ્નવી કપૂર અને અનિલ કપૂર જોવા મળશે. આ ઉપરાંત કરિના ઇરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’માં પણ જોવા મળશે.