બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સૈફ અલી ખાનને ક્યારે મળશે હોસ્પિટલમાંથી રજા? ઓપરેશન કરનાર ડોક્ટરે આપ્યું અપડેટ
Last Updated: 11:07 PM, 16 January 2025
સૈફ અલી ખાન પર ચોરે ચાકુથી 6 ઘા માર્યા, જેમાં અભિનેતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાયો જ્યાં ડોકટરોની ટીમે તેની સર્જરી કરી. હવે એક્ટરની હાલત પહેલા કરતાં સારી છે અને સર્જરી કરવાવાળા ડોક્ટરે કહ્યું કે અભિનેતાને હવે રજા આપવામાં આવશે. તો ચાલો જાણીએ હવે કેવી સ્થિતિ છે સૈફ અલી ખાનની અને ક્યારે ઘરે આવી શકે છે.
ADVERTISEMENT
સૈફને થઈ હતી ગંભીર ઇજા
સૈફ અલી ખાનની હેલ્થને લઈને ડોકટરોએ અપડેટ આપ્યું છે જેનો વિડીયો સામે આવ્યો છે. સૈફની સર્જરી કરતા ન્યૂરો સર્જન નીતિન ડાંગેએ જણાવ્યું કે એક્ટરને લગભગ 3 વાગ્યા આસપાસ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેના પર કોઈ અજાણ્યા વ્યક્તિએ ચાકુના 6 ઘા માર્યા હતા. ગળા પર અને કરોડરજ્જુ પર ઘા ઊંડા છે. તેને કરોડરજ્જુમાં મોટી ઈજા થઈ હતી અને સર્જરી પછી, તેમના કરોડરજ્જુમાં ઘૂસી ગયેલો અઢી ઇંચનો છરી કાઢી નાખવામાં આવ્યો હતો. સાથે જ, ત્યાંથી નીકળતું પ્રવાહી બંધ થઈ ગયું.
ADVERTISEMENT
Update from Lilavati hospital on the health condition of Saif Ali Khan..
— Jeet Mashru (@mashrujeet) January 16, 2025
He's out of danger and recovering. Currently in ICU but stable.
Via @somitapal pic.twitter.com/bY4YWzZSML
હવે કેવો છે સૈફ અલી ખાન
ડોક્ટરે સૈફની હેલ્થ વિશે વાત કરતાં કહ્યું કે સર્જરી સક્સેસફૂલ થઈ ગઈ છે. સૈફને સર્જરી બાદ ઓપરહં રૂમથી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો છે જ્યાં તે ડોક્ટરોની દેખરેખમાં છે. અભિનેતા ઝડપથી રિકવરી કરી રહ્યો છે, અને આશા છે કે જલદીથી તે તંદુરસ્ત થઈ જાય છે.
વધુ વાંચો : પતિ સૈફ અલી ખાન પર એટેક બાદ કરીના કપૂરે કરી પહેલી પોસ્ટ, ફેન્સને કરી ખાસ અપીલ
ક્યારે થઈ શકે છે ડિસ્ચાર્જ
સૈફ અલી ખાન પર થયેલા હુમલાથી ઇન્ડસ્ટ્રીમાં તો સનસની ફેલાઈ ગઈ છે, સાથે જ એક્ટરના ફેંસ ચિંતામાં પડી ગયા. બધાના મનમાં સવાલ હતો કે હવે સૈફની હાલત કેવી છે. જાણવી દઈએ કે ડોકટરોએ દીધું છે કે તે જોખમની બહાર છે અને જલદી રિકવર પણ થઈ જશે. ત્યારે સર્જરી કરતા ડોક્ટરે માહિતી આપી છે કે આગામી 2 થી 3 દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.