બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / લોહીથી લથપથ સૈફ અલી ખાનને રિક્ષામાં બેસાડી દીકરો લઈ ગયો હોસ્પિટલ, આ કારણે કારને પડતી મૂકી
Last Updated: 04:30 PM, 16 January 2025
સૈફ અલી ખાન સતત ચર્ચામાં છે. બુધવારે રાત્રે 2 વાગ્યે એક્ટર સાથે તેના બંદ્રાવાલા ઘરે એક દુર્ઘટના બની. સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘુસી ગયા હતા, જેનાથી ઝપાઝપી બાદ અભિનેતા ઘાયલ થઇ ગયો. ચોરે અભિનેતા પર ચાકુથી હુમલો કર્યો. તેના પર ૬ વાર ચાકુના ઘા માર્યા, જેમાંથી બે ઘા ઊંડા હતા. સૈફના ઈજાગ્રસ્ત થયા બાદ તેનો દીકરો ઈબ્રાહીમ અલી ખાન તેને હોસ્પિટલ લઈને પહોચ્યો હતો.
ADVERTISEMENT
ઓટો રીક્ષામાં હોસ્પિટલ પહોચ્યા સૈફ
માહિતી અનુસાર, ઈબ્રાહીમ અલી ખાન પોતાના ઘાયલ પિતા સૈફ અલી ખાનને ઓટો રીક્ષામાં હોસ્પિટલ લઈને ગયો. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સૈફને મોડી રાત્રે સાડા ૩ વાગ્યે ભરતી કરવામાં આવ્યો હતો. ઈબ્રાહીમ સૈફને ઓટો રીક્ષામાં એટલા માટે લઇ ગયો કારણ કે તે સમયે તેના ઘરે કોઈ ડ્રાઈવર હાજર ન હતો.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના DCPએ જણાવ્યું કે તેમને રાત્રે 3 વાગ્યાની આસપાસ એવી માહિતી મળી હતી કે અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. હાલમાં સૈફ હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. અભિનેતા હવે જોખમની બહાર છે. પોલીસે અભિનેતા સાથે વાત કરી નથી. આ હુમલામાં સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મહિલા સ્ટાફને પણ ઈજા થઈ હતી.
માહિતી અનુસાર, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મહિલા સ્ટાફને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. અહીં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસ્યો ત્યારે મહિલા સ્ટાફે તેને જોયો અને બૂમો પાડવા લાગી. આ પછી તે સમયે ઘરમાં હાજર સૈફ અલી ખાન તેની પાસે પહોંચ્યો હતો. આ પછી મારામારી થઈ હતી અને મહિલા સ્ટાફને તેના હાથ પર ઈજા થઈ હતી.
CCTV ફૂટેજમાં કોઈ વ્યક્તિ આવતી કે જતી દેખાતી નથી. મુખ્ય ગેટમાંથી કોઈ અંદર ન આવ્યું. પોલીસને હજુ સુધી ફોર્સ એન્ટ્રીની કોઈ નિશાની મળી નથી. જ્યારે આ ઘટના બની ત્યારે સૈફ, કરીના અને તેમના બે બાળકો ઘરે હતા. હુમલા બાદ સૈફ અલી ખાનના ઘરેથી પોલીસને ફોન કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે કહ્યું કે, તેઓએ ઘટનાના બે કલાક પહેલાના સીસીટીવી ફૂટેજ જોયા છે. ફૂટેજમાં કોઈ અંદર જતું નથી. આવી સ્થિતિમાં પોલીસને શંકા છે કે હુમલાખોર અંદર છે. મુંબઈ પોલીસની ટીમ સૈફ અલી ખાનના ઘરે પહોંચી ગઈ છે અને દરેક એંગલથી તપાસ કરી રહી છે. અભિનેતાના ઘરના પાંચ સ્ટાફ સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હુમલા પર સૈફ-કરીનાની ટીમે શું કહ્યું?
સૈફ અલી ખાન સતત ચર્ચામાં છે. બુધવારે રાત્રે 2 વાગ્યે એક્ટર સાથે તેના બંદ્રાવાલા ઘરે એક દુર્ઘટના બની. સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘુસી ગયા હતા, જેનાથી ઝપાઝપી બાદ અભિનેતા ઘાયલ થઇ ગયો. ચોરે અભિનેતા પર ચાકુથી હુમલો કર્યો. તેના પર ૬ વાર ચાકુના ઘા માર્યા, જેમાંથી બે ઘા ઊંડા હતા. સૈફના ઈજાગ્રસ્ત થયા બાદ તેનો દીકરો ઈબ્રાહીમ અલી ખાન તેને હોસ્પિટલ લઈને પહોચ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.