બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:35 PM, 21 January 2025
છરી હુમલા બાદ સાજા થયેલા સૈફ અલી ખાનને એક મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભોપાલમાં પટૌડી પરિવારની સંપત્તિને 'દુશ્મન મિલકત' જાહેર કરતી સરકારી નોટિસ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તેની અરજી ફગાવી દીધી છે. સૈફ અલી ખાન આ દાવો હારી જાય તેવી પૂરી શક્યતા છે જો આવું થાય તો તેને 15 હજાર કરોડનું નુકશાન થઈ શકે છે કારણ કે ભોપાલમાં પટોડી પરિવારની કરોડોની સંપત્તિ આવેલી છે જેની પર વિવાદ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
હાઈકોર્ટે ટ્રિબ્યૂનલમાં જવાનું કહ્યું
હાઈકોર્ટે પોતાના આદેશમાં નિર્દેશ આપ્યો કે તે એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરી શકે છે. જો કે સૈફ અલી ખાન કે તેના પરિવારે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.
ADVERTISEMENT
પટૌડી પરિવારની ભોપાલમાં 15,000 કરોડની સંપત્તિ
પટૌડી પરિવારની ભોપાલમાં 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોરના પરિવારની મિલકત કોહેફિઝાથી ભોપાલના ચિકલોદ સુધી ફેલાયેલી છે.
શું હતો કેસ
2014માં સંપત્તિ વિભાગના કસ્ટોડિયને ભોપાલમાં સ્થિત પટૌડી પરિવારની મિલકતોને "દુશ્મન મિલકત" તરીકે જાહેર કરતી નોટિસ જારી કરી. ભારત સરકારના 2016ના વટહુકમને કારણે વિવાદ વધુ ઊંડો બન્યો, જેણે સ્પષ્ટ કર્યું કે પટૌડી પરિવારની સંપત્તિ પર વારસદારનો કોઈ અધિકાર રહેશે નહીં. 1960 માં ભોપાલ નવાબ હમીદુલ્લા ખાનના મૃત્યુ પછી, તેમની પુત્રી આબિદા સુલતાનને મિલકતની વારસદાર માનવામાં આવતી હતી. જો કે, આબિદા સુલતાન 1950માં જ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, જેના કારણે ભારત સરકારે તેમની બીજી પુત્રી સાબિયા સુલતાનને સંપત્તિના વારસદાર તરીકે જાહેર કરી હતી. સૈફ અલી ખાને આ નોટિસને 2015માં હાઈકોર્ટમાં પડકારી હતી અને પ્રોપર્ટી પર સ્ટે મેળવ્યો હતો. પરંતુ 13 ડિસેમ્બર, 2024 ના રોજ, હાઇકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી, તેથી સ્ટે ઉઠાવી લીધો હતો, હવે એમપી હાઈકોર્ટે તેની આ અરજી ફગાવી દીધી છે.
સૈફ અલી ખાન સાજો થઈને ઘેર આવ્યો
ઉલ્લેખનીય છે કે 15 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં છરી વડે હુમલો કરાયો હતો જે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને હાલમાં સારવાર બાદ તે ઘેર પાછો ફર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.