બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, પત્ની અને મા લેવા આવ્યા, ચાહકોને હાશકારો
Last Updated: 02:03 PM, 21 January 2025
સૈફ અલી ખાનને ડિસ્ચાર્જ મળતા પહેલા કરીના કપૂર હોસ્પિટલ પહોંચી હતી. તેના ચહેરા પર રાહતની લાગણી હતી કે 5 દિવસ પછી તેના સૈફને હોસ્પિટલમાંથી રજા મળી રહી છે. ડોક્ટરોના મતે, સૈફની તબિયતમાં સુધારો થયો છે અને તેની હાલત હવે એકદમ સ્થિર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોમવારે મળવાની હતી રજા
સૈફ અલી ખાનને સોમવારે હોસ્પિટલમાંથી રજા મળવાની હતી, પરંતુ ડોક્ટરોએ તેને થોડા સમય માટે મુલતવી રાખવાની સલાહ આપી ડોક્ટરોએ સૈફને વધુ એક કે બે દિવસ નિરીક્ષણ હેઠળ રાખવાનો નિર્ણય લીધો છે. સૈફની બહેન સબા પટૌડીએ સૈફને મળ્યા બાદ કહ્યું હતું કે, સૈફની તબિયત સુધારા પર છે .
આરોપી પોલીસ કસ્ટડીમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરની ઓળખ શરીફુલ ઇસ્લામ શહજાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર તરીકે થઈ છે. એક અહેવાલ મુજબ, આરોપીએ પોતાનું નામ બદલીને બિજોય દાસ રાખ્યું હતું અને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં આરોપી મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.