બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ના કોઇ આધાર કાર્ડ, ના કોઇ ડોક્યુમેન્ટ્સ, સૈફ અલી ખાન પર કરાયેલા હુમલામાં ખુલ્યું બાંગ્લાદેશ કનેક્શન!
Last Updated: 09:31 AM, 19 January 2025
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. મજૂર શિબિર પર દરોડા દરમિયાન તેને પકડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપી પોતાની વાસ્તવિક ઓળખ જાહેર કરી રહ્યો નથી. તે પોતાનું નામ જાહેર કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને શંકા છે કે આરોપી ગેરકાયદેસર બાંગ્લાદેશી પણ હોઈ શકે છે.
ADVERTISEMENT
#WATCH अभिनेता सैफ अली खान पर हुए हमले के बारे में मुंबई पुलिस के जोन 9 के DCP दीक्षित गेडाम ने कहा, "16 जनवरी को सुबह 2 बजे अभिनेता सैफ अली खान पर उनके घर पर हमला हुआ। बांद्रा पुलिस स्टेशन में मामला दर्ज किया गया और एक आरोपी को गिरफ्तार किया गया है...आरोपी का नाम मोहम्मद शरीफुल… pic.twitter.com/sEFzPWN8No
— ANI_HindiNews (@AHindinews) January 19, 2025
વારંવાર નામ બદલી રહ્યો છે આરોપી
ADVERTISEMENT
આરોપી સતત પોતાનું નામ બદલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા તેણે પોલીસને કહ્યું હતું કે તેનું નામ મોહમ્મદ સજ્જાદ છે અને આ તેનું સાચું નામ છે. પોલીસને શંકા છે કે આરોપી બાંગ્લાદેશથી સિલિગુડી થઈને મુંબઈ આવ્યો હતો. આરોપી પાસેથી કોઈ આધાર કાર્ડ મળ્યું નથી કે કોઈ દસ્તાવેજ મળ્યો નથી જેનાથી તેનું નામ કે સરનામું ચકાસી શકાય. અગાઉ, આરોપી વિજય દાસ, બિજોય દાસ અને મોહમ્મદ આલિયાન સહિત અનેક નામોનો ઉપયોગ કરી ચૂક્યો છે.
વધુ વાંચો: જુઓ ત્રિધા ચૌધરીનો હોટ એન્ડ ગ્લેમરસ અવતાર, શેર કરી એવી તસવીરો કે share કરવાનું મન થઇ જાય!
ફોન ટ્રેસ કરીને મેળવી ભાળ
આરોપીએ તે દિવસની ઘાટના પછી તેનો ફોન બંધ કરી દીધી હતો પણ વચ્ચે વચ્ચે ફોન ચાલુ કરી વાત પૂરી કરીને તે ફોન બંધ કરી દેતો અને બજારમાં જ્યાં પણ સીસીટીવી દેખાય તો તે તેનો ચહેરો સંતાડી દેતો હતો. પરંતુ પોલીસે તેનો ફોન ટ્રેસ કરી લીધો. જ્યાં પણ આરોપીની હાજરી જોવા મળી, ત્યાં સક્રિય મોબાઇલ નંબરોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો.આરોપી પહેલા મુંબઈના એક પબમાં કામ કરતો હતો. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે તે પશ્ચિમ બંગાળના નાદિયાનો રહેવાસી હતો. આજે ટૂંક સમયમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં આરોપીના રિમાન્ડની માંગ કરવામાં આવશે. પોલીસે આરોપીની મહારાષ્ટ્રના થાણેના હિરાનંદાની વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેણે કહ્યું કે તે સૈફના ઘરે ચોરી કરવા ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.