બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:47 PM, 16 January 2025
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલામાં નોકરાણીની મોટી ભૂમિકા સામે આવી છે. નોકરાણી હુમલાખોરને ઘર સુધી દોરી લાવી હતી. પોલીસે એવો ઘટસ્ફોટ કર્યો છે કે નોકરાણીએ હુમલાખોરને ઘર દેખાડ્યું હતું. આ કેસમાં પણ ઘરના માણસ ખૂટલ નીકળ્યો છે. આશંકા હતી જ કે આ કેસમાં કોઈ નજીકનો માણસ સંડોવાયેલો હોઈ શકે છે. આખરે નોકરાણી અને હુમલાખોર વચ્ચે શું સંબંધ હતો? અને તે આરોપીને ઘર સુધી કેમ દોરી લાવી, આ પણ મોટું રહસ્ય છે. તેનું ઘર સુધી દોરી લાવવું સાબિત કરે છે કે તેની અને હુમલાખોર વચ્ચે નજીકનો સંબંધ છે.
ADVERTISEMENT
હુમલાખોરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં
આ ઘટનામાં હુમલાખોરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે જેમાં હુમલાખોર સીડી પરથી ઉતરી રહેલો દેખાય છે તે થોડો ચિંતામાં પણ જણાય છે.
ADVERTISEMENT
જેહના રુમમાંથી દાખલ થયો
સૈફ પર હુમલો ત્યારે થયો જ્યારે તે મુંબઈમાં તેના બાંદ્રા સ્થિત ઘરે હતો. હુમલાખોર બાળકોના રૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે સૈફ પર હુમલો કર્યો સૈફ અલી ખાનની ટીમે જણાવ્યું કે હુમલાખોર મોડી રાતે ઘરમાં દાખલ થયો હતો. આ દરમિયાન સૈફ ત્યાં પહોંચ્યો અને હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન હુમલાખોરે સૈફ પર હુમલો કર્યો હતો. હુમલા સમયે પત્ની કરીના અને બાળકો તૈમુર અને જેહ સહિત આખો પરિવાર ઘરમાં જ હતો.
ત્રણ ઈંચ લાંબી તીક્ષ્ણ વસ્તુ બહાર કાઢવામાં આવી
સૈફ અલી ખાન પર 15 અને 16 જાન્યુઆરીએ સવારે લગભગ 2 વાગ્યે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો (સૈફ અલી ખાન પર હુમલો થયો હતો). ઘાયલ સૈફને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર છે. આ મામલામાં મુંબઈ પોલીસે 20 ટીમો બનાવી છે જે દરેક એંગલથી તપાસ કરી રહી છે. સૈફને છરીના 6 ઘા વાગ્યાં હતા જેમાં તેની પીઠ પર બે ઊંડા ઘા હતા. એક ઘા તેની કરોડરજ્જુની ખૂબ નજીક હતો અને તેની ગરદન પર સામાન્ય ઈજા છે. હાલમાં તેનું ઓપરેશન થયું છે અને તેના શરીરમાંથી બે થી ત્રણ ઈંચ લાંબી તીક્ષ્ણ વસ્તુ બહાર કાઢવામાં આવી છે, જે છરીનો ભાગ હોવાનું કહેવાય છે. સૈફની હાલત સ્થિર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.