બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:57 PM, 16 January 2025
ડેટા ડમ્પને સેલફોન અથવા મોબાઈલ ફોન ડમ્પ તરીકે ઓળખવામાં આવે છે. આના થકી કોઈ પણ વ્યક્તિનો ડેટા સરળતાથી નીકાળી શકાય છે. આ ડેટામાં કોલ લોગ થી લઈને ડેટા બ્રાઉઝિંગ સુધીની તમાંમ વિગતો મળી આવે છે.
ADVERTISEMENT
શું છે ડેટા ડમ્પ?
ADVERTISEMENT
ડેટા ડમ્પને સેલફોન ડમ્પ અથવા મોબાઇલ ફોન ડમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના દ્વારા કોઈપણ વ્યક્તિનો ડેટા કાઢી શકાય છે. આ ડેટામાં કૉલ લૉગ્સ, ટેક્સ્ટ સંદેશાઓ, ઇમેઇલ્સ, ફોટા, વીડિયો, એપ્લિકેશન ડેટા, બ્રાઉઝિંગ હિસ્ટરી અને ઘણું બધું જોઈ શકાય છે. સામાન્ય રીતે આવું ત્યારે કરવામાં આવે છે જ્યારે તપાસ એજન્સીઓ અથવા પોલીસે ગુનેગારની તપાસ કરવાની હોય છે.
વધુ વાંચો: કંગના રનૌતે ચાહકો આપ્યા ગુડ ન્યૂઝ, આ દિવસે ફિલ્મ ઈમરજન્સીની ટિકિટ માત્ર 99 રૂપિયા
ADVERTISEMENT
આમાં પોલીસ પહેલા નેટવર્ક વિશે અને વ્યક્તિ કયા નેટવર્ક વિસ્તારમાં હોય છે તે શોધી કાઢે છે. ફોનમાં લોકેશન ફીચર દ્વારા આ બાબત શક્ય બને છે. સેલ ટાવર પણ આમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સ્માર્ટફોન દ્વારા આપણે જે પણ ડેટા એક્સેસ કરીએ છીએ, તે તમામ ડેટા સેલ ટાવર સાથે ઉપલબ્ધ રહે છે. જો યુઝર તે ડેટા ડિલીટ કરે તો પણ.
DEMS ની મહત્વની ભૂમિકા?
ADVERTISEMENT
DEMS એટલે કે 'ડિજિટલ એવિડન્સ મેનેજમેન્ટ સિસ્ટમ'નો ઉપયોગ ફોન ડમ્પ ડેટા કાઢવા માટે પણ થાય છે. DEMS એ એક એવી જગ્યા છે, જે ડિજિટલ પુરાવાઓને હેન્ડલ કરવા અને ગોઠવવાનું કામ કરે છે. આ ઉપરાંત ટેલિકોમ કંપનીઓ પાસે ઘણો ડેટા પણ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીના રોજ સવારે 2 વાગે જીવલેણ હુમલો થયો હતો. મુંબઈના બાંદ્રામાં એક હુમલાખોરે અભિનેતા પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ખરાબ રીતે ઘાયલ થયો છે. અભિનેતાના શરીર પર છ અલગ-અલગ જગ્યાએ છરા મારવામાં આવ્યા હતા. તેની ગરદન, હાથ અને પીઠ પર ઊંડા ઘા છે. ડૉક્ટરોએ કહ્યું છે કે સર્જરી દરમિયાન તેની કરોડરજ્જુમાંથી છરીનો 2.5 ઈંચનો ટુકડો કાઢી નાખવામાં આવ્યો હતો. હાલમાં અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.