બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / CCTVમાં દેખાતો યુવક મારો છોકરો નથી..' સૈફ પર હુમલો કરનાર શરીફૂલના પિતાના દાવોથી હડકંપ

દાવો / CCTVમાં દેખાતો યુવક મારો છોકરો નથી..' સૈફ પર હુમલો કરનાર શરીફૂલના પિતાના દાવોથી હડકંપ

Last Updated: 09:05 PM, 23 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેના ઘરે જીવલેણ હુમલાનો આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદના પિતા રૂહુલ અમીને કર્યો મોટો દાવો. તેમનું કહેવું છે કે, સૈફના ઘરેથી મળેલા સીસીટીવી ફૂટેજમાં જે વ્યક્તિ દેખાય છે તે તેનો પુત્ર નથી.

આરોપી શરીફુલ ઈસ્લામના પિતાએ કહ્યું કે, સૈફ અલી ખાનના ઘરમાંથી મળેલા સીસીટીવી ફૂટેજમાં જે વ્યક્તિ દેખાય છે તે મારો પુત્ર નથી. તે વ્યક્તિના વાળ ઘણા લાંબા છે, જ્યારે મારો પુત્ર સૈન્યના જવાનોની જેમ તેના વાળ ટૂંકા રાખે છે.'' તેણે કહ્યું કે, શરીફુલે તેનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે. પરિવારનું ભરણપોષણ કરવા માટે તે બાઇક-રિક્ષા ચલાવતો હતો.

પોલીસને મળેલા દસ્તાવેજો પરથી એ વાતની પુષ્ટિ થઈ છે કે, તેના પિતાનું નામ મોહમ્મદ છે અને આ રૂહુલ અમીન છે. તે વિજય દાસ નામથી મુંબઈમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. તે બાંગ્લાદેશના બારીશાલનો રહેવાસી છે. તે છેલ્લા પાંચ મહિનાથી મુંબઈમાં રહેતો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, શરીફુલ હાઉસકીપિંગ એજન્સી સાથે જોડાયેલો હતો. 7 મહિના પહેલા તે ડાવકી નદી પાર કરીને ગેરકાયદેસર રીતે ભારત પહોંચ્યો હતો. તેણે સ્થાનિક વ્યક્તિના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સિમ કાર્ડ મેળવ્યું છે, જે ખુકુમોની જહાંગીર સેખાના નામે નોંધાયેલ છે.

વધુ વાંચો: આ છે ભારતની ટોપ 10 સૌથી મોંઘી ફિલ્મો, અડધી રહી ફ્લોપ, લિસ્ટમાં સંજય દત્તનું નામ

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે, જ્યાં તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈના કાલીનામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી હેઠળના કેટલાક વિભાગો પોલીસ દ્વારા જપ્ત કરાયેલા પુરાવાઓની તપાસ કરશે. ધરપકડ બાદ મોબાઈલ ફોન, આરોપીના કપડા અને સીસીટીવી ફૂટેજ સહિત ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, FSL વિભાગો જેમ કે ટેપ ઓથેન્ટિકેશન અને સ્પીકર આઈડેન્ટિફિકેશન, બાયોલોજી, ડીએનએ, ફૂટપ્રિન્ટ્સ, ફિઝિક્સ, સાયબર પુરાવાના વિશ્લેષણમાં સામેલ થશે. આરોપીઓની પૂછપરછ કરતી વખતે તપાસકર્તાઓને ભાષાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે પૂછપરછ દરમિયાન તે બાંગ્લાદેશી ઉચ્ચાર સાથે હિન્દી બોલી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saif Ali khan Mumbai Saif Ali Khan Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ