બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:54 PM, 19 January 2025
એક્ટર સૈફ અલી ખાન હુમલા કેસનું હવે સત્ય બહાર આવશે કારણ કે પોલીસને આરોપીનો કબજો મળી ગયો છે. મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ફરિયાદ પક્ષે મેજિસ્ટ્રેટ પાસે 14 દિવસની પોલીસ કસ્ટડી માગી હતી પરંતુ ફક્ત 5 દિવસની કસ્ટડી મંજૂર રખાઈ હતી.
ADVERTISEMENT
🚨 SHOCKING REVELATION in Saif Ali Khan attack case.
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 19, 2025
Mumbai Police ARRESTS Shariful Islam Shehzad for attacking Saif Ali Khan 🔥
Accused had used Hindu name 'Vijay Das' as a false identity 😡
Moreover, Accused is also suspected to be Bangladeshi national 🎯 pic.twitter.com/XegoP2LJ1z
આરોપી બાંગ્લાદેશી છે કે નહીં તે મુદ્દે કોર્ટમાં ભારે ચર્ચા
ADVERTISEMENT
મુંબઈ પોલીસના તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટને જણાવ્યું કે આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો અને અભિનેતા અને અન્ય બે લોકો પર છરી વડે 6 વાર હુમલો કર્યો હતો. તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટ સમક્ષ દલીલ કરી હતી કે તે બાંગ્લાદેશી છે અને તે જાણવું જરૂરી છે કે તે માન્ય દસ્તાવેજો વિના ભારત કેવી રીતે આવી શક્યો.
થાણેમાંથી ઝડપાયો આરોપી
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. મજૂર શિબિર પર દરોડા દરમિયાન તેને પકડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપી પોતાની વાસ્તવિક ઓળખ જાહેર કરી રહ્યો નથી. તે પોતાનું નામ જાહેર કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને શંકા છે કે આરોપી ગેરકાયદેસર બાંગ્લાદેશી પણ હોઈ શકે છે.
પોલીસ હવે કરશે કડક પૂછપરછ
કબજો મળ્યાં બાદ પોલીસ હવે આરોપીની કડક પૂછપરછ કરીને સત્ય બહાર લાવશે. જરુર પડે પોલીસ થર્ડ ડિગ્રી પણ વાપરશે પણ ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.