બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 10 August 2024
સાંઈબાબાને ભારતમાં ઇશ્વરિય અવતાર તરીકે પૂજવામાં આવે છે. સાંઈબાબાએ સબકા માલિક એક સૂત્ર આપ્યુ હતુ, તેમનો મહિમા અપરંપાર છે. મહારાષ્ટ્રમાં આવેલા શિરડીમાં સાંઈબાબાની મુખ્ય સમાધિ આવેલી છે. સાંઈબાબાનું એક પ્રખ્યાત મંદિર અમદાવાદના ઘાટલોડીયામાં પણ આવેલું છે. મંદિરની સ્થાપના 2008માં કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અમદાવાદના ઘાટલોડીયામાં સાંઈબાબાનું મંદિર
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં ઈશ્વર સાથે ખૂબ જ આસ્થા રહેલી હોય છે. અને તે આસ્થા અનેક મંદિરો સાથે જોડાયેલી હોય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં રહેલા દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરતા હોય છે. અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં સાંઈબાબા મંદિર આવેલુ છે. સાંઈબાબાના મંદિરે ગુરુવારે ભાવિકોની ભીડ જામે છે. અમદાવાદના ઘાટલોડીયામાં આવેલુ સાંઈબાબાનુ મંદિર મીની શિરડી ધામ તરીકે ખ્યાતિ પામ્યું છે. દર ગુરુવારે સાઁઈ મંદિરમાં થતી મહાઆરતીમાં 500થી વધુ વ્યક્તિઓ જોડાય છે. સાંઈ મંદિર ઘાટલોડીયામાં સાંઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સાઈબાબાના મંદિરમાં રોજ ભજન કીર્તન કરવામાં આવતા હતા. ધીમે ધીમે ભાવિકોની સંખ્યામાં વધારો થતા મોટું મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ૨૦૦૮માં મંદિરની સ્થાપના કરવામાં આવી. ભાવિકોએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે મંદિર બનાવવા માટે દાન આપ્યું હતું. સાંઈમંદિરના ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે.
જીવનના પ્રસંગોની ઝાંખી
સાંઈબાબાના મંદિરમાં બાબાને સોનાના સિહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે. બાબાની સાથે ભગવાન કૃષ્ણને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. સાંઈબાબાના મંદિરમાં બાબાની સુતેલી મૂતિ સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં ભગવાન શંકરનું નાનું મંદિર બનાવવમાં આવ્યું છે જે સાંઈશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. શિરડીના મંદિરની જેમ અમદાવાદના સાંઈબાબા મંદિરમાં અખંડ ધૂણો આવેલો છે. જે ભક્તો સાંઈબાબાના દર્શને આવે છે. તે અખંડ ધુણાના દર્શન કરી ઘન્ય થાય છે. મંદિરમાં સાંઈબાબાના ફોટા રાખવામાં આવ્યા છે જે સાંઈબાબાના જીવનના પ્રસંગોની ઝાંખી કરાવે છે.
ભક્તો દ્વારા જ સદાવ્રતનો પ્રસાદ બનાવામાં આવે છે
ગુરુવારનો દિવસ સાંઈબાબાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે ઘાટલોડીયા ખાતે આવેલા સાંઈબાબાના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ગુરુવારે સાંઈ મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં 300 લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. દર ગુરુવારના દિવસે મંદિરમાં ભક્તોનો ભીડ વધારે હોવાથી 500થી વધારે ભક્તો ગુરુવારની મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. મંદિરમાં સદાવ્રત ચલાવવામાં આવે છે. અને ભક્તો દ્વારા જ સદાવ્રતનો પ્રસાદ બનાવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદનો લે છે.
અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર
ગુરુવારે સાંઈબાબાનો અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં દર્શન કરવા દર ગુરુવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. મંદિર સવારે પાંચ વાગ્યે ખુલે છે, છ વાગીને ત્રીસ મિનિટે મંગળા આરતી કરવામાં આવે છે, સાત વાગે શણગાર આરતી અને અગિયાર વાગે બાબાને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. સાંજની આરતી સાત વાગે કરવામાં આવે છે. સાઈબાબા મંદિરમાં ભક્તો દ્વારા ભજન,રામધુન,ગરબા, શ્રુતિ અને વિવિધ કાર્યક્રમો દરરોજ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. સાંઈબાબાનુ મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે.
ફળ લીધા બાદ પારણાં બંધાવાની માન્યતા
ઘાટલોડીયાના હજારો લોકો વિદેશમાં સ્થાયી થયા છે. જ્યારે આ લોકો અમદાવાદ આવે છે, ત્યારે ઘાટલોડીયા આવેલા સાંઈબાબાના મંદિરે અચૂક આવે છે અને દર્શન કરે છે. મંદિર ખાતે દિવાળી, રામનવમી, દશેરા, ગુરુપૂર્ણિમા, દત્ત જયંતિ અને દિવાળીના દિવસે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગુરુપૂર્ણિમાના દિવસે મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભક્તોને બાબા પર અતુટ વિશ્વાસ છે. મંદિરે આવતા નિસંતાન દંપતિઓને ગુરુપૂર્ણિમાના દિવસે મંદિર તરફથી પ્રસાદ રૂપે ફળ આપવામાં આવે છે. અને તે ફળ લીધા બાદ તેમના ઘરે પારણાં બંધાવાની માન્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અહીં બણભા ડુંગર પર બિરાજમાન છે બણભાદાદા, જ્યાં ઝરણામાંથી નીકળતી હતી રાબ
ભક્તોની સહાય માટે સાંઈબાબા હાજરાહજૂર
ગુરુવારના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે. સાંઈબાબાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અને પોતાની સમસ્યાઓ સાઈબાબા સામે રજૂ કરે છે. ભારતના દરેક ખૂણે સાંઈબાબાના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં ગુરુવારે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ભારતમાં લાખો શ્રદ્ધાળુઓ શીરડીના સાંઈબાબા સમક્ષ શીશ નમાવે છે. ભક્તોની સહાય માટે સાંઈબાબા હાજરાહજૂર છે, તેવા સાંઈ ભક્તોની અતૂટ માન્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.