બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય મૂળના બેટ્સમેન સાહિલ ચૌહાણે સર્જ્યો ઇતિહાસ, તોડ્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્રિસ ગેલનો રેકોર્ડ
Last Updated: 09:33 AM, 18 June 2024
T20 વર્લ્ડ કપ 2024નું આયોજન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં થઈ રહ્યું છે. દરમિયાન આ ટુર્નામેન્ટ સિવાય કેટલીક નાની ટીમો અલગ-અલગ સીરિઝ રમવામાં વ્યસ્ત છે અને આવી જ એક સાયપ્રસ અને એસ્ટોનિયા વચ્ચે 6 મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ રમાઈ રહી છે. હવે આ સિરીઝની બીજી મેચમાં એસ્ટોનિયાએ 6 વિકેટે જબરદસ્ત વિજય નોંધાવ્યો હતો, સાથે જ ભારતીય મૂળના બેટ્સમેન સાહિલ ચૌહાણે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ADVERTISEMENT
🤩 Fastest Men's T20I hundred
— ICC (@ICC) June 17, 2024
🔥 Most sixes in a Men's T20I knock
Estonia's Sahil Chauhan shattered a few records during his innings against Cyprus 💥
Read on ➡️ https://t.co/31502UVMXw pic.twitter.com/Yry1p39eRO
એસ્ટોનિયન બેટ્સમેન સાહિલ ચૌહાણે સાયપ્રસ સામે T20 ઈન્ટરનેશનલ મેચમાં 27 બોલમાં સૌથી ઝડપી ટી20 સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. સાથે જ તેને 41 બોલમાં કુલ 144 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 18 સિક્સ સામેલ હતી. સાયપ્રસના કોઈ પણ બોલરો તેની સામે ટકી શક્યા ન હતા.
ADVERTISEMENT
A century off just 27 balls 🤩
— ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2024
Estonia's Sahil Chauhan rewrites the record books with the fastest hundred in T20 history 👏
👉 https://t.co/iP4A6Ghysc pic.twitter.com/fOFp81uRUL
આ સાથે જ સાહિલે જોન નિકોલ લોફ્ટી ઈટનનો રેકોર્ડ તોડ્યો હતો. નિકોલ લોફ્ટી એટને T20Iમાં 33 બોલમાં સદી ફટકારી હતી. સાહિલની આ સદી માત્ર ઈન્ટરનેશનલ ટી20માં જ નહીં પરંતુ લીગ ક્રિકેટમાં પણ સૌથી ઝડપી સદી છે.
જાણીતું છે કે 2013 IPLમાં ક્રિસ ગેલેમાત્ર 30 બોલમાં સદી ફટકારી હતી અને સાહિલે આ રેકોર્ડ પણ તોડ્યો છે. T20ની 5 સૌથી ઝડપી સદીની વાત કરીએ તો, સાહિલની 30 બોલમાં સદી સિવાય, જોન નિકોલ લોફ્ટીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 33 બોલમાં સદી ફટકારી છે. જ્યારે લીગ ક્રિકેટમાં ક્રિસ ગેલે 30 બોલમાં, રિષભ પંતે 32 બોલમાં અને વિહાન લુબ્બે 33 બોલમાં સદી ફટકારી છે.
વધુ વાંચો: વિરાટ શોર્ટ્સ પહેરીને બીચ પર પહોંચ્યો, ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ સાથે રમ્યો વોલીબોલ
આ દિવસોમાં એસ્ટોનિયન ટીમ સાયપ્રસના પ્રવાસ પર છે, જ્યાં તે 6 મેચની T20I સીરિઝ રમી રહી છે. એસ્ટોનિયાએ સોમવારે જ અહીં બે બેક ટુ બેક મેચ રમી હતી. અહીં સદી ફટકારનાર સાહિલ ચૌહાણ સીરિઝની પહેલી મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો પણ બીજી મેચમાં તેને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.