saffron beneficial for women and mens physical health health tips home remedies
ફાયદા /
પુરષો માટે ખૂબ જ ફાયદાકારક છે 'કેસર', ફક્ત એક ચપટી કરશે કમાલ
Team VTV01:57 PM, 24 Jun 21
| Updated: 06:47 PM, 24 Jun 21
પુરુષો માટે કેસરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જે પુરુષોના મેલ હોર્મોન પર અસર કરે છે
કેસરનું સેવન અનેક બિમારીઓ દુર કરે છે
વાયુ, કફ અને પિત્ત માટે રામબાણ ઈલાજ કેસર
દુનિયાનું સૌથી મોંઘુ અને ફાયદાકારક કેસર કાશ્મીરમાં ઉગે છે
કેસના ફાયદા ઢગલાબંધ છે. તેના સેવનથી અનેક બિમારીઓ દુર થાય છે. આટલું જ નહીં કેસર વાયુ, કફ અને પિત્ત માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. દુનિયાનો સૌથી મોંઘો મસાલો ગણાતુ કેસર પોતાના ગુણોને લઈને જાણવામાં આવે છે. દુનિયાનું સૌથી મોંઘુ અને ફાયદાકારક કેસર કાશ્મીરમાં ઉગાડવામાં આવે છે. તે ઉપરાંત ઈરાન અને બલખ બુખારા દેશમાંથી પણ તેની સારી ક્વોલિટી મળી આવે છે. કેસરનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓના ઈલાજ માટે કરવામાં આવે છે. પુરુષો માટે તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
પુરુષોની શારીરિક કમજોરી દૂર કરે છે કેસર
કેસર પુરુષોમાં હોર્મોનને ઠીક કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત સેવન કરવાથી પુરુષોમાં ઈરેક્ટાઈલ ડિસ્ફન્ક્શનનો ખતરો પણ દુર થાય છે. જાફરાનમાં ભારે માત્રામાં વિટામિન સી અને સેલેનિયમ જોવા મળે છે. જેનાથી સ્પર્મ ક્વોલિટી વધે છે. એવામાં પુરુષોને પોતાની શારીરિક કમજોરી દૂર કરવા માટે કેસરનું સેવન કરવું જોઈએ.
મહિલાઓમાં પીરિયડ્સના દર્દને ઓછું કરે છે
મહિલાઓમાં સેક્શુઅલ ઈન્ટીમેસીને વધારવાની સાથે સાથે પીરિયડ્સ વખત પડતા ક્રેમ્પ અને પ્રી-મેન્સ્ટ્રૂઅલ સિન્ડ્રોમથી રાહત આપવામાં કેસર ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે એક ચપટી કેસર નાખીને દૂધ પીવાથી ફાયદો મળે છે.