બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / sadhvi ritambhara said that a flm should be made on rammandir too

નિવેદન / કશ્મીર ફાઈલ્સની જેમ હવે રામ મંદિર આંદોલન પર પણ બનશે ફિલ્મ! આ હસ્તીએ આપી દીધા મોટા સંકેત

Khevna

Last Updated: 12:15 PM, 3 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ પર સાધ્વી ઋતંભરાએ પણ મોટું નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું છે કે આવી જ રીતે રામમંદિર સંઘર્ષ પર પણ ફિલ્મ બનવી જોઈએ.

  • ઉદયપુરના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા સાધ્વી ઋતંભરા
  • રામ મંદિર આંદોલન પર પણ બનવી જોઈએ ફિલ્મ - સાધ્વી ઋતંભરા
  • રશિયા-યુક્રેન વિવાદ અંગે અમેરિકા પર લગાવ્યા આરોપ 

ઉદયપુરના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા સાધ્વી ઋતંભરા

આજકાલ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને સાધ્વી ઋતંભરાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે પ્રકારે ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં કશ્મીરની સ્થિતિ બતાવવામાં આવી છે, એ જ પ્રકારે રામ મંદિરનાં 500 વર્ષના સંઘર્ષ પર પણ ફિલ્મ બનવી જોઈએ, જેથી લોકોને જાણ થાય કે આપણા પૂર્વજોએ હજારો વર્ષો સુધી રામ મંદિર માટે ક્યા પ્રકારે સંઘર્ષ કર્યો હતો. 

'રામ મંદિર સંઘર્ષ પર બનવી જોઈએ ફિલ્મ' 
હિંદુ નવવર્ષ પર ઉદયપુરમાં થનાર શોભયાત્રા અને સભાને સંબોધિત કરવા માટે સાધ્વી ઋતંભરા શનિવારે ઉદયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે રામ મંદિર માટે સંઘર્ષ ઓછો ન હતો. આના પર પણ ફિલ્મ બનશે, તો લોકોને જાણ થશે કે મંદિર માટે ક્યા પ્રકારે સંઘર્ષ કરવો પડ્યો હતો. 

500 વર્ષનાં આંદોલનનું પરિણામ 
તેમણે કહ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે રામમંદિરનું નિર્માણ થતા જોઈ રહ્યા છીએ. 500 વર્ષ સુધી ચાલેલા આંદોલનનો સુખદ અંત આવ્યો. સાધ્વી ઋતંભરાએ કહ્યું કે ધ કશ્મીર ફાઈલ્સની જેમ રામમંદિર પર પણ એક ફિલ્મ બનવી જોઈએ, જેથી લોકોને આ આંદોલનનાં સત્ય વિષે પણ જાણ થઇ શકે. તેઓ આગળ કહે છે કે દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે અને રાજ્ય પણ પોતાનું કામ કરી રહ્યું છે.

કશ્મીરી પંડિતોની પીડા વિષે જુઓ શું કહ્યું 
ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ  પર બોલતા સાધ્વી ઋતંભરાએ કહ્યું કે આ ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે, તે ખૂબ જ ઓછું છે. તેમણે કહ્યું કે કશ્મીરી પંડિતોનાં ઘા 32 વર્ષ પછી પણ રૂઝાયા નથી. આ દરમિયાન કશ્મીરમાં હિંદુઓ પર થયેલા અત્યાચારને ભૂલી ન શકાય અને આ પાકિસ્તાનથી આવેલા લોકોએ ક્યા કર્યું હતું? આ અત્યાચારો અહીનાં જ લોકોએ કર્યા હતા. માતાઓ - બહેનો સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. આવામાં જે આનો વિરોધ કરી રહ્યા છે, તેમણે વિચારવું જોઈએ કે અસત્યને પગ નથી હોતા. 

રશિયા - યુક્રેન વિવાદ પર કહી મોટી વાત 
આ સાથે જ તેમણે યુક્રેન અને રશિયા વચ્ચેના વિવાદ પર કહ્યું કે આમાં સીધું અને સ્પષ્ટ સમજી શકાય છે કે યુરોપ અને અમેરિકાએ યુક્રેનને યુદ્ધમાં ધકેલી દીધું છે. હવે બંને તમાશો જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકાનું આ જ પ્રકારનું વલણ રહ્યું છે કે બીજાની ધરતીને યુદ્ધની ક્ષેત્ર બનાવી દેવામાં આવે. 

ધ કશ્મીર ફાઈલ્સ જીતી રહી છે દર્શકોનાં દિલ 

ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ